ઝાંપો ઉદાસ છે.. - 9

(3.7k)
  • 3.1k
  • 1
  • 1.5k

આજે વર્ષો વીત્યા... વાસવનો કોઈ પત્ર નહીં... વાસવની કોઈ ખબર નહીં... ને છતાં પણ રીનાના વાસવ પ્રત્યેના પ્રેમમાં કોઈ ઓટ આવી નહીં. એના દિલનો દરિયો વાસવ પ્રત્યેના પ્રેમથી હજીયે છલોછલ ભર્યો હતો. એના હૃદયમાં માત્ર વાસવ માટે જ પ્રેમ છલકાતો હતો. એ વાસવની યાદને, વાસવની સાથે વિતાવેલી પળોને વાગોળતી રહી... છેલ્લા વર્ષોમાં વાસવ પર એણે કેટલાયે પત્રો લખ્યા હતા. પણ વાસવ સુધી પહોંચાડવા એની પાસે વાસવનું સરનામુયે ક્યાં હતું. ને સરનામાં વગર મુંબઈ માં પત્ર મોકલવો ક્યાં ? વાસવે લખેલા પત્રોમાં તો સરનામાં નો ક્યાંયે ઉલ્લેખ નહોતો... તેથી બધા લખેલા પત્રો એણે પેટીમાંજ સાચવી રાખ્યા