લોકડાઉન-૨૧ દિવસ - ભાગ - ૩

(29)
  • 4k
  • 3
  • 1.8k

લોકડાઉનનો ત્રીજો દિવસ:મીરાં આખી રાત મનમાં ચાલતા વિચારોના કારણે સુઈ નહોતી શકી, સવારે વહેલા ઉઠીને રસોડામાં ચાલી ગઈ, સુભાષ અને શૈલી સુઈ રહ્યા હતા. રસોડામાં જઈને તે વિચારવા લાગી કે કેવી રીતે સુભાષ સાથે વાત કરવી, તેને પણ છેલ્લા ત્રણ વર્ષમાં ઘણું બધું સહન કર્યું હતું, પોતાની કેટલીય જરૂરિયાતોને દિલમાં જ દબાવી રાખી હતી. લગ્ન પહેલા તેને કેવા કેવા સપના જોયા હતા ? અમદાવાદમાં પોતાનું ઘર હશે, એક વૈભવી જીવન હશે, પુષ્કળ પ્રેમ કરનારો પતિ હશે, પરંતુ લગ્નબાદ પરિસ્થિતિ સાવ બદલાઈ ગઈ. બધા જ સપના, બધી જ ઈચ્છાઓ રસોડામાં જ સમેટાઈ ગયા.લગ્ન પહેલાના એ દિવસો મીરાં યાદ કરવા લાગી, જ્યારે