લોકડાઉન-૨૧ દિવસ - ભાગ - ૬

(23)
  • 2.8k
  • 2
  • 1.3k

લોકડાઉનનો છઠ્ઠો દિવસ:લોકડાઉનના છઠ્ઠા દિવસની સવાર સુભાષ અને મીરાંના જીવનની એક અલગ જ સવાર હતી, બંનેમાંથી કોઈ નહોતું જાણતું કે નક્કી કરેલી શરત મુજબ આગળ શું કરવાનું છે ? છતાં પણ બંને નવી સવારની રાહ જોવા લાગ્યા હતા. સુભાષ અને મીરાં બંને એકબીજાથી અલગ પણ થવા નહોતા માંગતા છતાં પરિસ્થિતિએ બંનેને અલગ થવાનું વિચારવા ઉપર મજબુર કરી દીધા હતા, પરંતુ સુભાષના મિત્રએ એક એવો રસ્તો બતાવ્યો જેના કારણે બંનેના એક થવું થોડું શક્ય બન્યું હતું અને આ રસ્તા ઉપર ચાલવા માટેની પહેલી શરૂઆત કોના તરફથી થાય છે તે હવે જોવાનું હતું.આજે સવારમાં સુભાષ જલ્દી ઉઠી ગયો, ઉઠીને સીધો જ રસોડા તરફ ચાલ્યો