પ્રિત એક પડછાયાની - ૪૨

(45)
  • 4.4k
  • 4
  • 1.6k

નંદિનીકુમારી સાંભળી રહ્યાં છે કે આ સૌમ્યાકુમારીને રાશિ અને ભાઈને વિરાજ નામથી સંબોધી રહ્યાં છે... રાશિ : "તમે અહીં બેસો. પછી હું આપને બધી વાત શાંતિથી કરૂં..." રાશિ બંનેને પ્રેમથી જમાડે છે...અને નંદિનીકુમારી તરફ જોઈને કહે છે, " આપ બહું ચિંતિત લાગો છો ?? નગરમાં આપને શું ખોટ પડી ?? બધાં ત્યાં હેમખેમ તો છે ને ??" વિરાજ : " કાળજું કઠણ કરીને તારે વાત સાંભળવી પડશે..દિલ થંભી થશે..." રાશિ : "જલ્દીથી બોલો." વિરાજ : "હવે આપણાં એકબીજાનાં કહીં શકાય એવાં આપણે ત્રણ જ આ દુનિયામાં રહ્યાં છીએ..." રાશિ :" મતલબ ??" નંદિનીકુમારી તેમનાં ગયાં પછીની અત્યાર સુધીની બધી જ