દિલ પ્રેમનો દરિયો છે - 13

(25)
  • 3.1k
  • 2
  • 1.5k

ગાડીમાં મસ્ત એક રોમેન્ટિક ગીત વાગી રહયું હતું. ને બંને થોડી થોડી વારે એકબીજાને જોયા કરતા હતાં. કોઈ કંઈ પણ બોલતું ન હતું. "સોરી, મારે તારી સાથે જબરદસ્તી કરવી પડી. પણ તું માને નહીં તો હું શું કરુ...!!" મહેરે પરીની સામે જોતા કહ્યું "મહેર, એકવાત કરવી હતી.... પણ.... !!""હા, બોલેને......""મિતા, વિશે....." " જાણું છું. તું શુું કહેવા કેવા માંગે છે. મે મિતાની સાથે આવું કરનારને સંજા કેમ ના આપી એમ જ ને...!!!! મહેરની વાતનો પરીએ હા મા ચહેરો હલાવી દીધો. "મને પણ મન થાય છે તે લોકોને તેમની સજા આપી આવું પણ મને મિતાએ એક બંધનથી બાધ્યો છે. પરી, મારી જિંદગીની આ સૌથી