પ્રેત યોનિની પ્રીત... - 24

(104)
  • 4.7k
  • 5
  • 2.8k

પ્રેત યોનીનો પ્રીત..પ્રકરણ-24 નિરંજન ઝવેરીએ વિધુને ઓફીસે બોલાવીને એમની કંપની અંગે બધીજ માહિતી આપી. કંપનીમાં કામકાજમાં નિર્ણય લેનાર એ માત્ર સર્વેસર્વા હતાં. પછીથી એમણે એમની કન્સ્ટ્રકશન સાઇટ અંગે વાતો કરી અને સીવીલ કોન્ટ્રાકટર્સ, આર્ટીટેક્ટસ ઇલેક્ટ્રીકલ કોન્ટ્રાકટર્સ એન્જીનીયર્સ અને સપ્લાયર્સ બધાની માહિતી આપી સાથે સાથે કહ્યું મારો મૂળભૂત ધંધો કાપડનો અને હીરાનો આ બધો સાઇડ બીઝનેસ છે અને હસી પડ્યાં. "વિધુ સામાન્ય ફેરી કરનાર વેપારીમાંથી હું આટલો આગળ આવ્યો છું એમાં ઇશ્વરની કૃપા મારી નીતી અને મારી માણસ ઓળખવાની દ્રષ્ટિએ મને ખૂબ મદદ કરી છે. વિધુ એમને સાંભળી જ રહેલો એક એક શબ્દ મનમાં ચાવી રહેલો. વિધુએ કહ્યું "સર તમારી જીંદગી