જનતા કર્ફ્યું અને લોક ડાઉનમાં એક દિવસ

(12)
  • 5.3k
  • 1
  • 1.1k

જનતા કર્ફ્યું અને લોક ડાઉનમાં એક દિવસ અધીર અમદાવાદી સમય ઘટના ૯-૩૨ અમારી એકઝટ નીચેવાળા રમીલાબેનના કુકરની છ સીટીઓ સંભળાઈ. પછી રમીલાબેન ના ઘાંટા. ૧૦-૦૫ સાફસૂફી કરતા વિચાર આવ્યો કે થિન્ક પોઝીટીવ !! આ દિવાળીમાં સફાઈ ઓછી કરવી પડશે !! ૧૦-૩૧ પડોશમાં એક અંકલ હજુ ઊંઘે છે. મને એમના નસકોરાનો અવાજ સંભળાય છે. ૧૦-૪૫ એક બહેનનો ક્રેડિટ કાર્ડ વેચવા માટે ફોન આવ્યો. મેં સામી સલાહ આપી કે કાર્ડનુ છોડો માવાની હોમ ડિલીવરીનુ કરો તો પંદર દહાડામાં લખપતિ થઈ જશો. મેં કંઈ ખોટુ કીધું? ૧૦-૫૫ મોબાઈલ સાફ કરવા મહિનાઓ બાદ કવર ખોલ્યુ તો અંદરથી ૫૦૦/- ની નોટ નીકળી. સોશિયલ મીડિયા પર