સુખનો પાસવર્ડ - 42

(22)
  • 3.2k
  • 5
  • 895

કોઈ સફળ વ્યક્તિ હાથ પકડી લે તો નવોદિતનો સંઘર્ષ ઓછો થઈ જતો હોય છે વિખ્યાત અભિનેતા નાના પાટેકરે તેમના મૅનેજર બિપિન ચુનાવાલાના દીકરાને ડ્રમ વગાડતા સાંભળ્યો ત્યારે... સુખનો પાસવર્ડ આશુ પટેલ યુ ટ્યુબ પર વિખ્યાત અમેરિકન કમ્પોઝર અને ગિટારિસ્ટ માર્કસ મિલર લોસ એન્જલસની પ્રખ્યાત (એમઆઈ ઇન્સ્ટિટ્યૂટ તરીકે જાણીતી) મ્યુઝિશિયન ઇન્સ્ટિટ્યૂટમાં મન બિપિન નામના એક યુવાન ભારતીય યુવાન સાથે જુગલબંધી કરતા હોય એવો વિડિયો જોવા મળે છે, જે એમઆઈ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા અપલોડ થયેલો છે. મિલર ગિટાર વગાડી રહ્યા છે અને મન બિપિન ડ્રમ વગાડીને તેમને સાથ આપી રહ્યો છે. માર્કસ મિલર જેવા નામાંકિત અમેરિકન સંગીતકાર સાથે જુગલબંધી કરવાનું જગતભરના કેટલાય સંગીતકારોનું