ઇન્સ્પેક્ટર ઠાકોરની ડાયરી - ૧૩

(55)
  • 3.8k
  • 4
  • 1.8k

ઇન્સ્પેક્ટર ઠાકોરની ડાયરીરાકેશ ઠક્કરપાનું તેરમું છેલ્લા ઘણા મહિનાથી આત્મહત્યાનો કોઇ કેસ હત્યાનો સાબિત થયો ન હતો. ઇન્સ્પેક્ટર ઠાકોરને એ વાતનો કોઇ અફસોસ ન હતો. ધીરાજીને આ વાતની નવાઇ જરૂર લાગતી હતી. ધીરાજી કહે,"સાહેબ, આપણે આટલા બધા આત્મહત્યાના કેસ નોંધ્યા પણ એ ખરેખર આત્મહત્યાના જ હતા એ છાતી ઠોકીને તો કહી જ ના શકાય. ઘણા કેસમાં એ હત્યાના જણાતા હતા. પણ તમે પાકા સબૂત વગર એને હત્યાના ગણ્યા ન હતા. તમારા માટે પોલીસ વિભાગને માન છે. તમને આવા પ્રકારના કેસની પડતાલ માટે જ ખાસ રોકવામાં આવ્યા છે. અને ઘણા સમયથી કોઇ આત્મહત્યાનો કેસ હત્યાનો સાબિત થયો નથી. છતાં વિભાગ તરફથી તમને કંઇ