હવેલીનું રહસ્ય - 6

(26)
  • 2.7k
  • 3
  • 1.3k

ઘણો સમય પસાર થઈ ગયો પણ હેમિષાબેન બહાર ન આવ્યા. લિપ્તા એમની રાહ જોતી હવેલીની બહાર જ ઉભી રહી. આજે તો એણે નક્કી કર્યું કે એ ગમે એ રીતે હેમિષાબેન પાસેથી આ બધું જાણીને જ રહેશે. બીજી દસેક મિનિટ નીકળી ગઈ. હવેલીમાંથી કોઈના પગલાંનો અવાજ આવ્યો. લિપ્તા સતર્ક બની અને કોઈને દેખાય નહિ એમ ઉભી રહી. એણે નજર કરી તો હેમિષાબેન એકલા જ આવતા દેખાયા. એમની સાથે પેલો ચાદરથી ઢંકાયેલો માણસ ન હતો. લિપ્તા હેમિષાબેન પાસે જતી જ હતી કે ત્યાં એણે જોયું કે હેમિષાબેન ધ્રુજી રહ્યા હતા. આ હાલતમાં લિપ્તાને કોઈ સવાલ કરવાનું યોગ્ય