લોકડાઉન-૨૧ દિવસ - ભાગ-૧૯

(23)
  • 3.2k
  • 4
  • 1.1k

લોકડાઉનનો ઓગણીસમો દિવસ:મીરાંએ નક્કી તો કરી લીધું કે તે સુભાષ સાથે ડિવોર્સ લઇ લેશે, પરંતુ તેને વિચાર આવવા લાગ્યો કે "હું ખરેખર સુભાષથી અલગ થઈને રહી શકીશ? અને શૈલીનું શું? જો શૈલી મારી પાસે રહેશે તો એક પિતાના પ્રેમથી વંચિત રહી જશે, અને જો સુભાષ પાસે રહેશે તો એક માના પ્રેથી વંચિત રહી જશે." સુભાષને તો તેને ડિવોર્સ આપવાનું જણાવી દીધું પરંતુ ડિવોર્સ આપવા કે ના આપવા તેની ગડમથલ ચાલી રહી હતી.ત્રણ દિવસ જ બાકી હતા, અને મનની મૂંઝવણોનો વર્ષો સુધી ઉકેલ આવે તેમ નહોતો, આજે તો સમય પણ જાણે કીડી વેગે પસાર થઇ રહ્યો હોય તેમ લાગી રહ્યું હતું,