આરુદ્ધ an eternal love - ભાગ-૩

(25)
  • 3.4k
  • 2
  • 1.8k

એના લહેરાતા કાળા લાંબા વાળને એ કાબૂમાં રાખવાનો પ્રયત્ન કરી રહી હતી. ચામડી તો જાણે હમણાં જ રંગ પુર્યો હોય એવી સ્વચ્છ…. એક પણ ડાઘ વગરની. મેટ લિપસ્ટિક લગાવતા પણ આટલા સુંદર ન લાગે એવા ગુલાબી હોઠ. ભગવાનને પણ જાણે પોતે કશી કસર ન રાખવી હોય એમ આર્યાને છૂટે હાથે સૌંદર્ય બક્ષ્યું હતું. જેમ અનિરુદ્ધ પોતાના આકર્ષક શરીર થી સભાન હતો એમ જ આર્યા પણ પોતાના સૌંદર્યથી સભાન હતી. પોતે મા-બાપ વગરની અનાથ છોકરી હતી એ બાબતે પણ તે સજાગ હતી. એથી જ તે બને ત્યાં સુધી અનાથાશ્રમની બહાર નીકળવાનું ટાળતી હતી