Aaruddh an eternal love by Dipikaba Parmar | Read Gujarati Best Novels and Download PDF Home Novels Gujarati Novels આરુદ્ધ an eternal love - Novels Novels આરુદ્ધ an eternal love - Novels by Dipikaba Parmar in Gujarati Novel Episodes (1.2k) 32.4k 48.8k 76 વાચકમિત્રો, ઘણા સમય પછી માતૃભારતી પર મળવાનું થયું છે, સૌ કુશળ હશો. આપના માટે આ નવી નવલકથા લઈને આવતા ખૂબ આનંદ થઈ રહ્યો છે, આશા છે કે સૌને પસંદ આવશે.આર્યા અને અનિરુદ્ધ= આરુદ્ધ. ...Read Moreરેખાએ જોડાયેલા બે વિરુદ્ધ ધ્રુવો. વધુ કંઈ નહીં કહું. વાંચવાની મજા બગડી જશે. ભાગ-૧ ઈબાદત કિયે એક અરસા હો ગયા, મેરા ખુદા જબસે હૈ બિછડ ગયા. . કેદારનાથના એ દુર્ગમ રસ્તે જઈ રહેલા તીર્થયાત્રીઓનું ધ્યાન એના તરફ ખેંચાયા વગર રહેતું નહીં. એના ગૂંચવાઈ ગયેલા લાંબા વાળ વડે તેનો મોટાભાગનો ચહેરો ઢંકાયેલો રહેતો. વાળમાંથી દેખાતી તેની આંખો Read Full Story Download on Mobile Full Novel આરુદ્ધ an eternal love - ભાગ-૧ (41) 1.5k 2.6k વાચકમિત્રો, ઘણા સમય પછી માતૃભારતી પર મળવાનું થયું છે, સૌ કુશળ હશો. આપના માટે આ નવી નવલકથા લઈને આવતા ખૂબ આનંદ થઈ રહ્યો છે, આશા છે કે સૌને પસંદ આવશે.આર્યા અને અનિરુદ્ધ= આરુદ્ધ. ...Read Moreરેખાએ જોડાયેલા બે વિરુદ્ધ ધ્રુવો. વધુ કંઈ નહીં કહું. વાંચવાની મજા બગડી જશે. ભાગ-૧ ઈબાદત કિયે એક અરસા હો ગયા, મેરા ખુદા જબસે હૈ બિછડ ગયા. . કેદારનાથના એ દુર્ગમ રસ્તે જઈ રહેલા તીર્થયાત્રીઓનું ધ્યાન એના તરફ ખેંચાયા વગર રહેતું નહીં. એના ગૂંચવાઈ ગયેલા લાંબા વાળ વડે તેનો મોટાભાગનો ચહેરો ઢંકાયેલો રહેતો. વાળમાંથી દેખાતી તેની આંખો Read આરુદ્ધ an eternal love - ભાગ-૨ (27) 1.1k 1.2k આખું મેદાન શાળાના બાળકો અને અન્ય શહેરીજનોથી ખચાખચ ભર્યું હતું. એ કહેવાની જરૂર ન હતી કે અડધાથી વધારે સંખ્યા યુવતીઓની હતી. એનું કારણ હતું શહેરનો યુવાન, ડેશિંગ અને હિંમતવાન કલેકટર. જ્યારથી તે કલેકટર તરીકે જિલ્લામાં હાજર થયો હતો ત્યારથી ...Read Moreચર્ચાઓ ચાલ્યા જ કરતી. અનિરુદ્ધે હાજર થઈને તાબડતોબ નિર્ણયો લેવા માંડીને બધાને અચંબિત કરી દીધાં. એને જોયા પછી એના દેખાવ અને વ્યક્તિત્વના પ્રભાવમાંથી નીકળવું કોઈ પણ યુવતી માટે સરળ ન હતું. કોઈને કોઈ બહાને યુવતીઓ એના બધા કાર્યક્રમોમાં જતી. નામ પણ કેવું! અનિરુદ્ધ! મોટે ભાગે સુટ કે કોટિમાં જ Read આરુદ્ધ an eternal love - ભાગ-૩ (25) 992 1.2k એના લહેરાતા કાળા લાંબા વાળને એ કાબૂમાં રાખવાનો પ્રયત્ન કરી રહી હતી. ચામડી તો જાણે હમણાં જ રંગ પુર્યો હોય એવી સ્વચ્છ…. એક પણ ડાઘ વગરની. મેટ લિપસ્ટિક લગાવતા પણ આટલા સુંદર ન લાગે એવા ગુલાબી હોઠ. ભગવાનને પણ ...Read Moreપોતે કશી કસર ન રાખવી હોય એમ આર્યાને છૂટે હાથે સૌંદર્ય બક્ષ્યું હતું. જેમ અનિરુદ્ધ પોતાના આકર્ષક શરીર થી સભાન હતો એમ જ આર્યા પણ પોતાના સૌંદર્યથી સભાન હતી. પોતે મા-બાપ વગરની અનાથ છોકરી હતી એ બાબતે પણ તે સજાગ હતી. એથી જ તે બને ત્યાં સુધી અનાથાશ્રમની બહાર નીકળવાનું ટાળતી હતી Read આરુદ્ધ an eternal love - ભાગ-૪ (21) 998 1.2k “આજે તો તારે પાર્ટી આપવી જોઈએ આર્યા!” “હું તમને પાર્ટી શા માટે આપુ, કારણ જણાવશો રેખાજી?” “હા કેમ નહીં! લ્યો જાણો કારણ…. પોતાના પ્રિયતમને મળવાને આતુર હોય એવી રીતે સજી-ધજીને જનાર હજારો યુવતીઓમાંથી કામદેવ જેવા યુવાન ...Read Moreમાત્ર અને માત્ર આપના પર નજર ફેંકેલ છે. પાણી જેમ ગટરની જાળીમાંથી જતું રહે અને કચરો ચારણી ઉપર જ રહી જાય એમ પાણીરૂપી તમે ગળાઈ ગયા છો અને બાકીની યુવતીઓરૂપી કચરો ચાળણી ઉપર પડયો રહ્યો છે. માટે આપની પાસેથી અમે પાર્ટી લેવાને પાત્ર બન્યા છીએ. ટૂંકમાં અનિરુદ્ધ નામના કામદેવે માત્રને માત્ર Read આરુદ્ધ an eternal love - ભાગ-૫ (26) 891 1.1k “નમસ્તે…. આવો…. આ તમારું ટેબલ છે. આ તમારું કમ્પ્યુટર. લેટેસ્ટ સોફ્ટવેર વાળું. બેસી જાઓ અને મંડી પડો તમારું કામ કરવા.” કલેકટર ઓફિસમાં હેડ ક્લાર્ક આર્યાને બધું સમજાવી રહ્યા હતા. જય આર્યાને મુકીને ચાલ્યો ગયો હતો. બને એટલી ...Read Moreન દેખાવાના પ્રયત્નના ભાગરૂપે આર્યાએ પોતાના ખુલ્લા વાળ બાંધીને અંબોડા જેવું લઈ લીધું. ઓઢણી પહોળી કરીને બંને ખભા પર નાખી જેથી એ છેક કમર સુધી ફેલાઇ જાય. આટલું કર્યા પછી હેડ કલાર્ક એ બતાવેલ ફાઈલ ટેપ કરવા બેસી ગઈ. માત્ર એક જ કલાકમાં એણે એ ફાઈલ ટાઇપ કરીને પરત Read આરુદ્ધ an eternal love - ભાગ-૬ (26) 866 1.2k થોડું અંધારું હતું અને વરસાદ શરૂ થઈ ચૂક્યો હતો. આર્યા પાસે છત્રી ન હતી, રિક્ષાની રાહ જોતી તે વરસાદથી બચવાનો પ્રયત્ન કરી રહી હતી. આ વર્ષે વરસાદ પણ ધોધમાર વરસતો હતો. અનિરુદ્ધ પણ ઓફિસમાંથી નીકળીને ઘેર જઈ રહ્યો ...Read Moreબહાર નીકળીને એણે પલળતી આર્યાને જોઈ. આર્યાના ગોરા ચહેરા પર વરસાદના બિંદુઓ પડતા અને નીતરી જતા. એનો ચહેરો જાણે ફૂલની જેમ નિર્લેપ જ રહેતો હતો. અનિરુદ્ધ ની નજર એના પરથી ખસતી જ ન હતી. અચાનક એને આ બાબતનો ખ્યાલ આવ્યો અને આર્યા તરફથી પોતાના મનને પાછું વાળવા માટે સ્વગત બબડ્યો, પૂઅર પીપલ્સ… Read આરુદ્ધ an eternal love - ભાગ-૭ (27) 815 979 “અરે આર્યા!!! આમ લંગડાતી કેમ ચાલે છે? શું થયું?” માયાબહેન ચિંતિત ચહેરે એને તાકી રહ્યા. આર્યાએ નક્કી કર્યું હતું કે આજની ઘટનાઓ વિશે કોઈને કશું કહેવું નહીં. જયનો ફોન હમણાં જ આવ્યો હતો અને એની સાથે પણ આર્યાએ ...Read Moreજ વાત કરી હતી. “કશું થયું નથી મમ્મી… આ વરસાદ જેવું છે ને તો કીચડમાં પગ લપસી ગયો.” “એટલે જ કહું છું બેટા! તું તારી જાતનું બિલકુલ ધ્યાન રાખતી નથી. મેં તને કેટલી કાળજીથી ઉછેરી છે, કદી પડવા પણ દીધી નથી. અને આજે તે વગાડ્યું? લાવ બતાવ જોઈએ કેટલું વાગ્યું છે?" Read આરુદ્ધ an eternal love - ભાગ-૮ (28) 804 1k ભાગ-૮ “વાઉ…. અનિ … કેટલો સરસ વરસાદ આવી રહ્યો છે. ચાલને નાહવા જઈએ.” બે દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો. અનિરુદ્ધે તંત્રને સાબદું કરી દીધું હતું. પૂરની શક્યતાઓ વચ્ચે એણે રેસ્ક્યુ ટીમો બોલાવી હતી. એ પોતાની ઓફિસમાં ...Read Moreબદલે સતત બધે ફરીને જાતે બચાવ અને રાહત કામગીરીની માહિતી લઈ રહ્યો હતો. આજે જીદ કરીને અનન્યા પણ એની સાથે નિકળી હતી. અનન્યાને વરસાદી વાતાવરણ માદક લાગી રહ્યું હતું અને તેને અનિરુદ્ધ સાથે બહાર વરસાદમાં પલળવું હતું પરંતુ અનિરુદ્ધ નું ધ્યાન એ બાબતમાં બિલકુલ ન હતું. એની નજર સતત બહાર ફરી રહી હતી. *** “બાપ રે!!! આર્યા Read આરુદ્ધ an eternal love - ભાગ-૯ (27) 853 1.1k ભાગ-૯ બેભાન થઈ ગયેલી આર્યાને અનિરુદ્ધે ઊંચકી અને ચાલવા લાગ્યો. આર્યાને એમ્બ્યુલન્સમાં બેસાડવા ને બદલે એણે એને પોતાની ગાડીમાં લીધી. અનિરુદ્ધનો હાથ સતત એના માથે ફરી રહ્યો હતો. “આ કોણ છે,અનિરુદ્ધ.. એને અહીં લાવવાની ...Read Moreજરૂર હતી? બે એમ્બ્યુલન્સ તો ઊભી હતી!!” અનિરુદ્ધને એ અજાણી છોકરીની કાળજી રાખતો જોઈ અનન્યા અકળાઈ ગઈ. અનિરુદ્ધનું બિલકુલ ધ્યાન ન હતું. “અનિરુદ્ધ… હું તારી સાથે વાત કરી રહી છું.” “ એ મારી ઓફિસમાં કામ કરે છે, અને આમ પણ એણે બેસી રહેવાને બદલે બીજાની મદદ કરવાનું વિચાર્યું એ ન્યાયે મારી ફરજ છે કે હું Read આરુદ્ધ an eternal love - ભાગ-૧૦ (27) 808 1.1k . જય અનિરુદ્ધની ઓફિસમાં ગયો ત્યારે અનન્યા ખડખડાટ હસી રહી હતી. એનું અસ્ખલિત હાસ્ય જોઈને જયે કારણ પૂછી જ લીધું. અનિરુદ્ધને અનન્યાનું હાસ્ય ગમતું ન હોય એમ નિર્લેપ થઈ એ પોતાના કામે વળગ્યો. અનન્યા તો આજે જાણે આર્યા ને ...Read Moreસાબિત કરવા માંગતી હોય એમ ખાંડના લાડુ ની વાતને વળગી રહી. "જય... સોરી યાર... ખોટું ના લગાડતો પરંતુ મને ખૂબ હસવું આવે છે કે તું પેલી માટે ખાંડના લાડુ લઈ આવ્યો? આવી ગિફ્ટ કે સરપ્રાઈઝ તો મેં પહેલીવાર જોઇ." જવાબમાં જય પણ હસી પડ્યો, "જ્યારે કોઈ આપણને હૃદયથી સારું લાગે છે ત્યારે પછી વસ્તુ નું મહત્વ રહેતું નથી. Read આરુદ્ધ an eternal love - ભાગ-૧૧ (24) 826 1.1k અનિરુદ્ધ નો ગુસ્સો આજે સાતમા આસમાને હતો. આર્યાએ જોયું તો ખરેખર ફાઈલમાં ઘણી ભૂલો હતી અને પહેલાની જેમ આજે પણ ઘણા પેજ પર કાર્ટુન્સ હતા. આ કઈ રીતે શક્ય બને? પોતે ફ્રેશ થવા જાય એ જ અરસામાં આ કામ ...Read Moreછે એ વાત તો નક્કી હતી. આર્યા એ મનોમન નક્કી કર્યું કે પોતે કોઈ પણ ભોગે સાચા ગુનેગારને શોધી કાઢશે. પરંતુ એ પહેલા આ ફાઇલનું કામ પૂરું કરવું જરૂરી હતું એટલે એણે પોતાનું મન કામમાં પરોવ્યુ. સાંજે બધા ઘેર જવા માટે ચાલતા પણ થયા. આર્યાનું કામ હજુ અડધે જ પહોંચ્યું હતું. પટાવાળો બહાર બેઠો હતો. આર્યાના સારા સ્વભાવને Read આરુદ્ધ an eternal love - ભાગ-૧૨ (27) 815 1.2k અનિરુદ્ધ સવારે વહેલો ઊઠી ગયો. થોડું નબળાઈ જેવું લાગતું હતું. એણે નજર કરી તો જોયું કે અનન્યા સોફા પર સૂતી હતી. અનિરુદ્ધ ને કશું ખાવું હતું તેથી તેણે અનન્યાને ઉઠાડી પરંતુ, “અની પ્લીઝ…બહુ ઊંઘ આવે છે તું પણ થોડીવાર ...Read Moreજા ને પછી હું કંઈક બનાવીશ, તો પછી ખાઈ લેજે.” કહીને અનન્યા પડખું ફરીને સૂઈ ગઈ. અનન્યા અનિરુદ્ધ નું ધ્યાન રાખવા માટે રાત્રે એની પાસે રોકાઇ હતી, પરંતુ અનિરુદ્ધ પહેલાં જ એને ઘસઘસાટ ઊંઘ આવી ગઈ. અનિરુદ્ધ એ પોતાના બેડની બાજુના ટેબલ પર જોયું તો રાતનો સૂપનો વાટકો એની સામે તાકી રહ્યો હતો. *** અનિરુદ્ધને આરામ Read આરુદ્ધ an eternal love - ભાગ-૧૩ (29) 774 1.2k અનિરુદ્ધ સવારે વહેલો ઊઠી ગયો. થોડું નબળાઈ જેવું લાગતું હતું. એણે નજર કરી તો જોયું કે અનન્યા સોફા પર સૂતી હતી. અનિરુદ્ધ ને કશું ખાવું હતું તેથી તેણે અનન્યાને ઉઠાડી પરંતુ, “અની પ્લીઝ…બહુ ઊંઘ આવે છે તું પણ થોડીવાર ...Read Moreજા ને પછી હું કંઈક બનાવીશ, તો પછી ખાઈ લેજે.” કહીને અનન્યા પડખું ફરીને સૂઈ ગઈ. અનન્યા અનિરુદ્ધ નું ધ્યાન રાખવા માટે રાત્રે એની પાસે રોકાઇ હતી, પરંતુ અનિરુદ્ધ પહેલાં જ એને ઘસઘસાટ ઊંઘ આવી ગઈ. અનિરુદ્ધ એ પોતાના બેડની બાજુના ટેબલ પર જોયું તો રાતનો સૂપનો વાટકો એની સામે તાકી રહ્યો હતો. *** અનિરુદ્ધને આરામ Read આરુદ્ધ an eternal love - ભાગ-૧૪ (28) 843 1.1k અનિરુદ્ધ જતો રહ્યો હતો અને આર્યા ત્યાં જ ઊભી હતી. અત્યાર સુધી એકીટસે જોઈ રહેલી છોકરીઓ બધી આર્યાની નજીક આવી. એ બધી તો હતપ્રભ થઈ ગઈ હતી. આર્યાના હાથ, મોં અને ગાલ લાલ થઈ ગયા હતા. જે ...Read Moreબધી છોકરીઓ માટે સ્વપ્ન હતી એ ક્ષણ આર્યાને તો અચાનક ફળી ગઈ હતી. બધી છોકરીઓ આર્યાને કશું પૂછે એ પહેલા માયાબહેન આવ્યા, એમણે બધી છોકરીઓને કામે લગાડી અને આર્યાને પૂછ્યું, “શું વાત છે આર્યા? હું જોઉં છું કે છેલ્લા ઘણા દિવસોથી તું એકદમ શાંત થઈ ગઈ છે અને કશી ચિંતામાં પણ હોય એવું લાગે છે. એવી તે શી વાત Read આરુદ્ધ an eternal love - ભાગ-૧૫ (39) 826 1.4k "મે આઈ કમ ઇન સર?" અનિરુદ્ધ આજે સવારથી ઓફિસની બહાર હતો. એ જેવો ઓફિસે આવ્યો એવી તરત આર્યા એની ઓફિસમાં ગઈ. ઘડીભર અનિરુદ્ધ એની સામે જોઈ રહ્યો. એને એની સામે જોઇ રહેવાનું મન થતું. રોજ એ કંઈ ...Read Moreકંઈ અલગ લાગતી. એને જોતાં જ પોતે નક્કી કરેલું ભૂલી જતો. "મે આઈ કમ ઇન સર?" આર્યાએ એની તંદ્રા તોડી. "યસ..." "સર... એક રીકવેસ્ટ છે." "હં... બોલો." અનિરુદ્ધે એની સામે આખમા આંખ નાખીને જોયું અને આર્યાને ધકધક થઈ રહ્યું. "જી.... જી..... હું..... પેલું...." "કહેશો નહીં તો ખબર કેમ પડશે Read આરુદ્ધ an eternal love - ભાગ-૧૬ (35) 790 1.1k આર્યા અનાથઆશ્રમ પહોંચી ગઈ. એના મગજમાં ઘટનાઓ ભમી રહી હતી, અનિરુદ્ધનું વર્તન એ સમજવાનો પ્રયત્ન કરતી હતી પરંતુ સમજી શકતી ન હતી. અનિરુદ્ધ ઘણીવાર એને ખૂબ જ તકલીફ આપતો, અને ઘણીવાર એની ખૂબ કાળજી લેતો. આજે એના મગજમાંથી ...Read Moreખસતો ન હતો, ક્યારે માયાબહેને ની પાસે આવીને ઊભા રહી ગયા એ પણ એને ખબર ન પડી. "આર્યા...." "જી સર..." "અરે પાગલ, હું તારી સર નથી." માયાબહેને કહ્યું ત્યારે આર્યાને ભાન થઇ કે પોતે ઘેર છે. "તું તો કામમાં બહુ ડૂબી ગઈ છે ને મારી દીકરી, કે ઘેર પણ તને ઓફિસ જેવું જ લાગે છે. વારુ, Read આરુદ્ધ an eternal love - ભાગ-૧૭ (28) 750 971 "ગુડ મોર્નિંગ સર..." "મોર્નિંગ...." આજે અનિરુદ્ધ ખૂબ બિઝી હતો. આર્યા સમજી શકતી હતી કે આજનો દિવસ એના માટે કેટલો ગંભીર અને મહત્વનો હતો. બધા કામે લાગ્યા હતા. આર્યા પણ સમય બગાડ્યા વગર વ્યવસ્થામાં જોડાઈ ગઈ. ...Read Moreકરવાની ડોક્ટરની સલાહ અનિરુદ્ધ સતત અવગણી રહ્યો હતો. એને જોઈને એની ખરાબ શારીરિક પરિસ્થિતિ જણાઈ આવતી હતી. પ્રધાનમંત્રી અને બીજા મહેમાનો આવી ચૂક્યા હતા, કાર્યક્રમ ખૂબ જ સારી રીતે ચાલી રહ્યો હતો. હાથે પાટો બાંધેલા અનિરુદ્ધને સતત દોડધામ કરતો જોઈને ખુદ પ્રધાનમંત્રીએ પણ એની તબિયત પૂછી. અનિરુદ્ધે બનાવડાવેલ જિલ્લાનો ઇતિહાસ તો એ દિવસે ખૂબ જ વખણાયો. સર્વત્ર Read આરુદ્ધ an eternal love - ભાગ-૧૮ (31) 790 1.1k આર્યાની આંખો ખૂલી. માથામાં સખત દુઃખાવો થઈ રહ્યો હતો. સૂતાં સૂતાં જ એણે નજર ફેરવી, અનિરુદ્ધ બાજુમાં જ પડ્યો હતો. આર્યા કશું સમજી શકી નહીં. એ માંડ કરીને ઊભી થઈ. આજુબાજુમાં જોયું તો કોઈ ન હતું, એક જૂના ખંડેર ...Read Moreમકાન હતું. સવારનો કૂણો તડકો અનિરુદ્ધના મોં પર પડી રહ્યો હતો. અચાનક એને યાદ આવ્યું કે ગઈકાલે રાત્રે અનિરુદ્ધ બેભાન થયો હતો અને અચાનક એના માથા પર પણ કોઈએ માર્યું હતું. એણે અનિરુદ્ધને ઉઠાડવાનો પ્રયત્ન કર્યો પરંતુ અનિરુદ્ધના શરીરમાં કશો સંચાર થયો નહીં, તો શું એ કાલ રાતથી હજુ સુધી બેભાન જ હતો? આર્યા સફાળી દોડતી એ ખંડેર Read આરુદ્ધ an eternal love - ભાગ-૧૯ (28) 778 972 આર્યા અને અનિરુદ્ધના વાઈરલ થયેલા ફોટા સોશ્યલ મીડિયા પરથી હટાવી દેવામાં આવ્યા, પરંતુ એ પહેલાં જ એ મહિલા સંગઠન પાસે પહોંચી ચૂક્યા હતા. આર્યા એક યુવતી હોવાની સાથે અનાથ પણ હતી, એની સાથે થયેલા દુષ્કર્મનું વળતર અનિરુદ્ધે ચૂકવવું ...Read Moreજોઈએ એવી માગણી સાથે મહિલા મંડળ હોસ્પિટલની બહાર જમા થઈ ગયું. એ વળતર હતું અનિરુદ્ધ અને આર્યાના લગ્ન!!! સિવિલ સર્વિસીઝ બોર્ડ જાણતું હતું કે અનિરુદ્ધ શ્રેષ્ઠ અધિકારીઓ પૈકીનો એક છે, એક પ્રામાણિક અધિકારી તરીકેની એની છબી સમગ્ર દેશમાં બની રહી હતી. એવામાં આ ઘટનાને કારણે આખા રાજ્યમાં એ ચર્ચાનો વિષય બની ગયો. ઘણી ન્યૂઝ ચેનલો પર પણ આ વિષય Read આરુદ્ધ an eternal love - ભાગ-૨૦ (31) 805 1k આર્યાએ હોસ્પિટલ જઈને જોયું તો અનિરુદ્ધ બેડ પર બેઠો હતો. અનિરુદ્ધના પિતાજી એની સામેની ખુરશી પર બેઠા હતા અને ડોક્ટર બાજુએ ઉભા હતા. અનિરુદ્ધને જોઈને લાગતું ન હતું કે અત્યાર સુધી એને યાદશક્તિ ન હતી, એ એકદમ સ્વસ્થ ...Read Moreહતો. હા, એનું શરીર જરૂર નબળું પડી ગયું હતું અને હાથની પીડા પણ ખૂબ હતી. "આવ બેટા, તારાથી હવે શું છુપાવવાનું? અનિરુદ્ધ માનસિક રીતે તંદુરસ્ત જ છે. બધી પરિસ્થિતિ ઠીક કરવા માટે મેં એની અને એના ડોક્ટર મિત્ર પાસે નાટક કરાવેલું. પેલા જયંત મંકોડીએ એવી જાળ બિછાવેલી કે બધું ઠીક કરવા માટે આ જરૂરી હતું." અનિરુદ્ધના પિતા રિટાયર્ડ Read આરુદ્ધ an eternal love - ભાગ-૨૧ (36) 1k 1.3k આર્યાને દોડી જતા અનિરુદ્ધના પિતાજીએ જોઈ, એમને પરિસ્થિતિ સમજતાં વાર ન લાગી. આર્યા માટે અનિરુદ્ધ નું ઘર એકદમ અજાણ્યું હતું, એણે અગાઉ રસોડું જોયું હતું. એ રસોડામાં પહોંચી, અનાથાશ્રમમાં એ રહેતી અને જ્યારે પણ કોઈ બાબતે મૂંઝવણ અનુભવતી ...Read Moreસીધી રસોડામાં જ પહોંચી જતી. ત્યાં જઈને એ કંઈપણ રસોઈ બનાવવા લાગી જતી, એની નિરાશા અને દુઃખ દૂર કરવાની આ એક રીત હતી. એણે વિચારમાં ને વિચારમાં ભજીયા બનાવવાનું શરૂ કર્યું, અનિરુદ્ધના ઘેર રોજ આવતા રસોઈયા મહારાજ આર્યા સામે તાકી રહ્યા, અનિરુદ્ધના પિતાજીએ એમને ચૂપ રહેવા ઈશારો કર્યો. આર્યાને ખ્યાલ ન હતો કે એ કોની પાસે વસ્તુઓ માગી Read આરુદ્ધ an eternal love - ભાગ-૨૨ (34) 1.7k 2.1k "આની જીભ તો જો!! છે એક વેંતનું પણ ચટરપટર કેવું બોલે છે!" અનન્યા વધુ કંઈ બોલે એ પહેલા અનિરુદ્ધ એ બાળકનો હાથ પકડી ને ચાલતો થયો. એની પાછળ અનન્યા પણ દોરાઈ. અનિરુદ્ધના પિતાએ બાળકો માટે કેક મંગાવી હતી. ...Read Moreબાળકે અનિરુદ્ધ અને આર્યાને બાજુમાં ઊભા રાખ્યા, બંને વચ્ચે એક ચપ્પુ આપીને કેક કાપવા કહ્યું. એકદમ નજીક નજીક ઉભા રહેલા અનિરુદ્ધ અને આર્યા એકબીજાની આંખોમાં આંખો નાંખીને જોઈ રહ્યા, અનિરુદ્ધથી બેધ્યાનપણે આર્યાના ખભે હાથ મુકાઈ ગયો, અનન્યા તો લાલ- પીળી થઈ ગઈ. આર્યાએ કેક કાપી. અનન્યા પગ પછાડતી ત્યાંથી ચાલી ગઇ. *** "વેલકમ જય, મને તો Read આરુદ્ધ an eternal love - ભાગ-૨૩ (32) 1.6k 2k "આર્યા... થોડી મદદની જરૂર છે, આ શર્ટ કાઢવામાં તકલીફ પડે છે." અનિરુદ્ધથી અવળું ફરીને સોફા પર સૂતેલી આર્યા કશું બોલી નહીં, એનામાં કશો સંચાર પણ થયો નહીં. એને બરાબરનું ખોટું લાગ્યું હતું. એ વાત અનિરુદ્ધ સમજી ગયો. ...Read Moreમેડમ...." આર્યા ઊભી થઈ, એ અનિરુદ્ધ સામે જોયા વગર જ એને શર્ટ કાઢવામાં મદદ કરવા લાગી. અનિરુદ્ધે જોયું તો એની આંખો લાલ થઈ ગઈ હતી. એકદમ ગોરી ત્વચા પર એનું નાક લાલ થઈને અલગ તરી આવતું હતું. એ ઊભી થઈ અને ચાલતી થવા જતી હતી ત્યાં અનિરુદ્ધે એનો હાથ પકડ્યો, "આર્યા, ડોક્ટર કહેતા હતા કે Read આરુદ્ધ an eternal love - ભાગ-૨૪ (36) 785 1.3k "અનિરુદ્ધ, અચાનક બદલી? કોઈને કહ્યું પણ નહીં?" જય આવી પહોંચ્યો હતો. "હવે બસ, ગુજરાત મને ઘણું દઈ ચુક્યું અને હું પણ ગુજરાતને ઘણું દઈ ચૂક્યો. હવે વતનમાં જવું છે." આર્યાની સામે જોતા અનિરુદ્ધ બોલ્યો. તૈયારીઓ થઈ ગઈ ...Read Moreઅનિરુદ્ધનો વિદાય સમારંભ પણ થઇ ચૂક્યો. એના પિતા રાજસ્થાન પહોંચી ચૂક્યા હતા. આર્યા અનાથઆશ્રમ જઈ આવી, એના માટે વિદાય લેવી અઘરી હતી કારણકે હવે ફરીવાર એ ક્યારે અહીં આવશે એ નક્કી ન હતું. તો અનિરૂદ્ધ સાથે જોડાયેલા કર્મચારીઓને પણ પોતાના પ્રિય અધિકારીને વિદાય દેવી અઘરી હતી. આખરે એ બન્ને નીકળી ગયા, અઢળક યાદો પોતાની સાથે Read આરુદ્ધ an eternal love - ભાગ-૨૫ (39) 776 1.5k પોતાની સામે એકીટસે જોઈ રહેલા દાદીને જોઈને આર્યા ગભરાઈ. "બેટાજી, તમે અનાથઆશ્રમમાંથી આવ્યા છો એટલે આવા કપડાં પહેરો એ સ્વાભાવિક છે, પરંતુ હવે તમે આ રાજવી કુળના વધુ બનનાર છો, તો પછી હવે કપડા પણ અમારી રીતે જ ...Read Moreઆર્યાના શક મુજબ દાદીજીને અણગમો હતો કે પોતે અનાથ છે. આવું એની સાથે પહેલીવાર બન્યું ન હતું એટલે એને કંઈ ખાસ દુઃખ થયું નહીં. દાદીજીનું ચાલે તો એ અનિરૂદ્ધ સાથે આર્યાના લગ્ન જ થવા ન દે પરંતુ બધા નિર્ણય દાદાજીના હસ્તે હતા. બાજુમાં ઊભેલા અનિરુદ્ધના મમ્મી બધું સમજતા હતા, પરંતુ એ દાદીજી સામે કદી બોલતા નહીં. "તને બહાર Read આરુદ્ધ an eternal love - ભાગ-૨૬ (34) 778 1.3k છેક ગાડી સુધી અનિરુદ્ધ આર્યાને હાથ પકડીને લઈ ગયો, એણે પોતાની બાજુની સીટ પર બેસાડી. અનન્યા પગ પછાડતી રીવાની સાથે પાછળ બેસી ગઈ. મહેલે પહોંચ્યા ત્યાં તો રિવા અને આર્યાની અનુપસ્થિતિ ની બધાને જાણ થઇ ગઇ હતી. પણ ...Read Moreસાથે અનિરુદ્ધને જોઈને કોઈએ કશો પ્રશ્ન કર્યો નહીં, કારણકે અનિરુદ્ધનો ગુસ્સો સૌ જાણતા હતા. અનિરુદ્ધના ગયા પછી દાદી આવ્યા, "બેટાજી, આ તમારો અનાથાશ્રમ નથી. અમારે અહીં ઘણા રીતિરિવાજો હોય છે, એનું પાલન કરવાનું કહ્યું તો એનું પાલન થવું જ જોઈએ. લગ્ન પછી મારો દીકરો કશે ભાગી જવાનો નથી, તે તમે આમ રઘવાયા થયા. અત્યારે મેં દૂર રહેવાનું કહ્યું Read આરુદ્ધ an eternal love - ભાગ-૨૭ (37) 782 1.5k "જી, તમે તમારાથી થાય એ કરી શકો છો, મારું પોસ્ટિંગ લદ્દાખમાં થશે તો પણ કામ તો જે અંહી કરું છું એ જ કરીશ. મારા આદર્શો મને મુબારક, એમાં તમારે કશી લેવાદેવા નથી." હોસ્પિટલના બેડ પર પણ ફોનમાં અનિરુદ્ધ એનો ...Read Moreપ્રગટ કરી રહ્યો હતો. એનો ફોન લઈ લેતા દાદાજી બોલ્યા, "પહેલી વાત, તારે અત્યારે આરામની જરૂર છે. બીજી કે, બેટા! તારા આદર્શો સાચા છે, પરંતુ હવે તારી સાથે એક સ્ત્રી જોડાવા જઈ રહી છે, તારા આદર્શો તારી અને તારી પત્ની માટે જોખમી ન બને એ જોજે. બી પ્રેક્ટીકલ." અનિરુદ્ધની તબિયત સારી થઈ ગઈ હતી, આરામ કરવો એને Read આરુદ્ધ an eternal love - ભાગ-૨૮ (37) 790 1.4k એક કડક મિજાજી અધિકારીમાં લાગણી પ્રગટાવનાર આર્યા હતી, હંમેશા એકલા રહેનાર અનિરુદ્ધને બીજાની કાળજી કરતાં શીખવનાર આર્યા હતી.એ અનિરુદ્ધ આર્યાની લાગણીઓ વિષે વિચારવા લાગ્યો હતો. આનંદમિશ્રિત આંસુ સાથે આર્યા માયાબહેન અને બધાને તાકી રહી અને અનિરુદ્ધ સંતોષ સાથે આર્યાને ...Read Moreરહ્યો. દાદીજી અણગમા સાથે બધું જોતાં હતા, એમને બિલકુલ પસંદ ન હતું કે માયાબહેન અને અનાથઆશ્રમની છોકરીઓ આવી હતી, પરંતુ અનિરુદ્ધના નિર્ણય સામે કોઈ બોલી શકતું ન હતું. સાધારણ કપડામાં સજ્જ એ બધાને બીજા મહેમાનો તાકી રહ્યા હતા. અનિરુદ્ધે પોતે ઊભા થઇને માયાબહેન અને બધાને આવકાર્યા. આર્યા તો બધાને ભેટી પડી. એના આનંદનો પાર ન રહ્યો. "આર્યા... Read આરુદ્ધ an eternal love - ભાગ-૨૯ (36) 790 1.4k એક પછી એક રહસ્ય ખૂલી રહ્યા હતા અને આર્યા અચંબિત થઈ રહી હતી. હવામાં તણખલું ફંગોળાતું હોય એમ એનું અસ્તિત્વ અહીંથી તહીં ફંગોળાઈ રહ્યું હતું. એક ક્ષણે તે અનાથ હતી અને બીજી જ ક્ષણે તેની સગી માતા એની સામે ...Read Moreહતી. પોતાના પરિચયને વારંવાર નવી વ્યાખ્યાઓ મળી રહી હતી. પોતાના કરતાં પણ વિશેષ એને અનિરુદ્ધ ની ચિંતા થતી હતી, એને જ્યારે બધી ખબર પડશે ત્યારે ગુસ્સો કરશે કે ચૂપ થઈ જશે? "હવે હું તમને મમ્મીજી નહીં કહું માત્ર મમ્મી કહીશ, તમે તમારા હૃદય પર જરા પણ બોજ રાખશો નહીં. મને છોડતી વખતે તમારી પરિસ્થિતિ હશે તે હું સમજી શકું Read આરુદ્ધ an eternal love - ભાગ-૩૦ (39) 774 1.4k જે વાતનો ડર હતો એ જ થવા જઈ રહ્યું હતું, અનન્યા આવી અને સોફા પર પગ ફેલાવીને બેસી ગઈ. એની બોડી લેંગ્વેજ પરથી જણાઈ આવતું હતું કે એ સોદો કરવા જ આવી છે. "હેલ્લો ગર્લ્સ, એની પ્રોબ્લેમ? શું ...Read Moreતમારી મદદ કરી શકું, આઈ જસ્ટ લવ ટુ હેલ્પ અધર્સ." "તું આવી છે ત્યારથી જ મને નથી ગમતી, તારે અમારી વાતમાં વચ્ચે પડવાની જરૂર નથી. તું અહીંથી જઈ શકે છે." રીવા એ કહી દીધું. "જવાનું તો છે હવે આર્યાએ, નણંદ બા... એને તમારા ઘરમાંથી કાઢો અને મારો માર્ગ મોકળો કરો. આ તમારા સતી સાવિત્રીએ તો નિર્લજ્જતાની બધી હદો Read આરુદ્ધ an eternal love - ભાગ-૩૧ (39) 739 1.3k થોડો સ્વસ્થ થયો હોય એમ અનિરુદ્ધે આંખો ખોલી, ઊંડો શ્વાસ લીધો અને અનન્યા સામે જોયું, " અનન્યા, રીઅલી ગ્રેટ... મને ખબર જ હતી, કે આર્યા છે કંઈ અને દેખાય છે કંઈ! તું તો ઘણા સમયથી મને સમજાવવા પ્રયત્ન ...Read Moreહતી કે આર્યા યોગ્ય નથી, પરંતુ હું જ સમજતો ન હતો. તે આ પુરાવા મારા સામે લાવીને મારી આંખો ખોલી નાખી." "આ બધું શું છે અનિરુદ્ધ? આર્યાએ શું કર્યું છે અને તમે લોકો શી વાતો કરી રહ્યા છો?" "દાદાજી, માફ કરજો પરંતુ હું માત્ર થોડી વાર અનન્યા સાથે વાતો કરી લઉ. પછી તમને કહું છું." "અનન્યા, Read આરુદ્ધ an eternal love - ભાગ-૩૨ (33) 763 1.4k અનન્યા નામનું એક વાવાઝોડું આવ્યું હતું, જીવનભર માટે એક થવાને જઈ રહેલા આર્યા અને અનિરુદ્ધને છૂટા થવું પડ્યું હતું. બધું વિખરાઈ ગયું હતું જાણે! આખા મહેલે જાણે ગમગીનીની ચાદર ઓઢી લીધી હતી. ઘરના સભ્યો તો શોકમાં ગરકાવ હતા પરંતુ ...Read Moreસાથે મહેલમાં કામ કરનાર તમામ માણસો પણ એવી જ વ્યથા અનુભવતા હતા. ત્રણેક કલાક વીતી ગયા હોવા છતાં પણ અનિરુદ્ધ આવ્યો ન હતો, આર્યા જ ન હતી એટલે હવે લગ્નસમારંભનો કશો અર્થ ન હતો. લગ્નસમારંભ રદ કરાયો, વડીલોએ દીલગીરી વ્યક્ત કરીને મહેમાનોને વિદાય કર્યા. દીકરીને વિદાય કર્યા પછી ઘરમાં જે સૂનકાર છવાય તે મીઠો હોય છે કારણ કે Read આરુદ્ધ an eternal love - ભાગ-૩૩ (33) 734 1.5k "સફરજન લેશો, સર?' "અખિલેશ, આ સફરજન ખૂબ જ સ્વાદવાળા છે! સામાન્ય રીતે રોજ આવા હોતા નથી." "તમારું ધ્યાન આટલું બધું હોય છે! તમે માત્ર છ મહિનાથી છો અહીં, પરંતુ તમારી અવલોકન શક્તિ ગજબ છે. હકીકતમાં આજે સફરજન ...Read Moreજગ્યાએથી આવ્યા છે. હમણાં હમણાં થોડા સમયથી ત્યાંના સફરજન ખૂબ વખણાય છે, એટલે ત્યાંથી મગાવ્યા." "કઈ જગ્યા કહી?" "મંડી." "ચાલો ત્યાં જઈએ." "મને ખબર જ હતી, સર, કે તમે ત્યાં જવાનું કહેશો. તમને સફરજનની ખેતી માં ખૂબ રસ છે, ખરું ને!" "હા, રિટાયર્ડ થઈને મારે એ જ કરવાનું છે. હવે જઈશું?" હસતા હસતા એ Read આરુદ્ધ an eternal love - ભાગ-૩૪ (34) 662 1.4k "અનુષ્કા, ક્યાં ખોવાઈ ગઈ?" "કંઈ નહીં, પેલા બહેન ક્યાં ગયા?" "એ તો ગયા! ક્યારના! તું કઈ ઊંડા વિચારમાં પડી ગઈ લાગે છે! કંઈ ચિંતા હોય, તો મને કહી શકે છે." "કંઈ નહીં બસ! અમસ્તા જ ...Read Moreકરતી હતી" "આજકાલ તો તારા બગીચાઓના સફરજન ની બહુ ચર્ચા છે ને કાંઈ! તને ખબર છે, આ બહેન આવ્યા એ પહેલા કોઈ ફિલ્મનો હીરો આવ્યો હતો. અરે રે!! હું એમને નામ પુછતાં તો ભૂલી જ ગઈ!" "બરાબર! તું કાયમ આવું જ કરે છે! જે કામ કરવાનું હોય એ તો તને યાદ આવતું જ નથી!"કહીને એ હસી. Read આરુદ્ધ an eternal love - ભાગ-૩૫ (37) 710 1.4k જોરથી કોઈ યુવતી નો અવાજ આવ્યો, ગૂંજી ઉઠ્યો. અનુષ્કા.... આર્યા.... અને એ સફાળો ઉભો થઇ ગયો.... વસીમ અને અખિલેશ બંને સાદા ડ્રેસમાં આખો દિવસ એ રસ્તે અવરજવર કરતા રહેતા હતા. અખિલેશ બરાબર એ વખતે ત્યાંથી પસાર થયો, એણે અનિરુદ્ધના ...Read Moreના ભાવ બદલાયેલા જોયા. એ કંઈ કહે તે પહેલાં જ અનિરુદ્ધે પોતાની જાત પર કાબૂ મેળવી લીધો. ફરી એ પોતાની જગ્યાએ બેસી ગયો. "બિચારો, કંઈક મોટો આઘાત મળ્યો લાગે છે! કેવી હાલત છે!" કહેતા બે યાત્રાળુઓ અખિલેશની આગળ થયા. એમની વાત સાંભળીને આટલા ટેન્શન વચ્ચે પણ અખિલેશને હસવું આવી ગયું. સર પણ કેવા આઈડિયા શોધી કાઢે છે.... વિચારતો એ Read આરુદ્ધ an eternal love - ભાગ-૩૬ (35) 674 1.6k માધવી બહાર જ ઊભી રહી અને આર્યા નવાઈ પામતી, વિચારતી ફરી અંદર ગઈ. "મારા ગુરુજીએ કહ્યું હતું બેટા, કે ભૂતકાળ એક દિવસ તારી સામે આવીને ઉભો રહેશે! આજે આ કથન સત્ય થયું છે. એમણે બરાબર આજ સમય કહ્યો ...Read Moreતારા આવવા માટે. તને જોતાં જ મને અનુભૂતિ થઈ ગઈ હતી." "હું કશું સમજી નહીં ગુરુજી." "હું તારો પિતા છું બેટા!" આર્યા માટે ફરી નવું આશ્ચર્ય આવી પડ્યું. છેલ્લા એક વર્ષથી એની જિંદગી જાણે આશ્ચર્યોની હારમાળા બની ગઈ હતી. આર્યાની ધીરજ અને સમજશક્તિ અપ્રતિમ હતી પરંતુ વારંવાર એને નવા સંબંધો અને નવી ઓળખાણો મળી રહી હતી, એનું Read આરુદ્ધ an eternal love - ભાગ-૩૭ - છેલ્લો ભાગ (63) 640 1.5k અચાનક બંદૂક ચાલી અને અવાજ આવ્યો ધડામ..... આર્યા લોહીમાં લથબથ પડી.... પેલા આતંકીની ગોળી એને વાગી હતી.... તુરંત અનિરુદ્ધની પણ ગોળી ચાલી અને એ આતંકી પણ ઢળી પડ્યો.... જે બની ગયું હતું એને અનિરુદ્ધ નિવારી શકે એમ ન ...Read Moreઆર્યા પડી હતી.... અનિરુદ્ધના માટે એના વગર જીવવું અશક્ય હતું.... એણે પોતાના લમણે ગોળી તાકી અને ફરી અવાજ આવ્યો ધડામ... માધવીથી ચીસ નખાઈ ગઈ અને એણે આંખ ખોલી.ઓહ.... આ તો પોતાનું દુઃસ્વપ્ન હતું. આર્યાને કશું થયું નથી. હકીકતે હજુ સુધી કોઈ ની ગોળી ચાલી ન હતી, એ માધવીની કલ્પના હતી. Read More Interesting Options Gujarati Short Stories Gujarati Spiritual Stories Gujarati Novel Episodes Gujarati Motivational Stories Gujarati Classic Stories Gujarati Children Stories Gujarati Humour stories Gujarati Magazine Gujarati Poems Gujarati Travel stories Gujarati Women Focused Gujarati Drama Gujarati Love Stories Gujarati Detective stories Gujarati Social Stories Gujarati Adventure Stories Gujarati Human Science Gujarati Philosophy Gujarati Health Gujarati Biography Gujarati Cooking Recipe Gujarati Letter Gujarati Horror Stories Gujarati Film Reviews Gujarati Mythological Stories Gujarati Book Reviews Gujarati Thriller Gujarati Science-Fiction Gujarati Business Gujarati Sports Gujarati Animals Gujarati Astrology Gujarati Science Gujarati Anything Dipikaba Parmar Follow