દિવ્યાંગ બાળક તરફ નું માતૃત્વ

(11)
  • 2.3k
  • 1
  • 544

પૂજા પટેલ નામની એક ગુજરાતી યુવતી એની ગર્ભાવસ્થા દરમિયાન જાત જાતના સપનાઓ જોતી હતી. મારે મારા સંતાનને જયપુરની સારામાં સારી શાળામાં ભણાવવું છે અને એને એવા સ્થાન પર પહોંચાડવું છે કે જેથી મારુ સંતાન મારા નામે નહી પણ હું મારા સંતાનના નામે ઓળખાવ. લગભગ દરેક સ્ત્રી ગર્ભાવસ્થા દરમિયાન આ જ પ્રકારના સપના જોતી હોય છે. પૂજાને ત્યાં દિકરાનો જન્મ થયો પણ દિકરો માનસીક વિકલાંગતા સાથે આવ્યો. એક માએ નવ મહિના સુધી જોયેલા સપનાઓ એક જ ઝાટકે ભાંગીને ભુક્કો થઇ ગયા. પૂજાનો માનસીક દિવ્યાંગ દિકરો અંશુ દોઢ વર્ષનો થયો પણ ન બોલી શકે, ન ચાલી શકે કે ન