મારો હવાઇયાત્રાનો અનુભવ

(19)
  • 3.5k
  • 1.2k

આજકાલ એરલાઇન્સ કંપનીઓ વચ્ચેની હરિફાઇના લીધે હવે વિમાનનું ભાડું 2AC ટ્રેનની ટિકિટની લગોલગ પહોંચી ગયું છે જેથી મારા જેવા મધ્યમવર્ગના વ્યક્તિ માટે સહપરિવાર હવાઇયાત્રા શક્ય બની શકી છે.મારો આઠ વર્ષનો દીકરો ખૂબ જ એક્સાઇટેડ હતો.સોમવારની વહેલી સવારની ચાર વાગ્યાની એર ઇન્ડિયાની ફ્લાઇટ હતી.અમે રાતના અઢી-પોણા ત્રણ વચ્ચે એરપૉર્ટ પહોંચ્યા.મિત્રએ એરેન્જ કરેલ ગાડી અમને એરપોર્ટ ડ્રૉપ કરી ગઇ.ડોમેસ્ટિક ટ્રાવેલિંગ તો ડોમેસ્ટિક એરપોર્ટ પરથી જ હોય ને? (આ તો શું કે આપણે એકાદ બે વાર અગાઉ આવી ઉડણ જાતરા એકલાં એકલાં કરેલી એટલે મનમાં ફ્રિક્વન્ટ ફ્લાયર હોવાનો ફાંકો હોય ને?)અમે સરદાર વલ્લભભાઇ પટેલ એરપૉર્ટ,અમદાવાદના ટર્મિનસ-1 પર આગળ વધ્યા. એન્ટ્રી પોઇન્ટ પર પહોંચ્યા