પ્રેમનું વિજ્ઞાન

(110)
  • 14.7k
  • 13
  • 4.9k

પ્રેમનું વિજ્ઞાન પ્રાણી માત્રની અંદર પ્રેમ પામવાની અને પોષણ મેળવવાની એક તીવ્ર ઈચ્છા રહેલી હોય છે. દરેકની અંદર. આપણા દરેકની અંદર આ ઈચ્છા રહેલી હોય છે. વૈજ્ઞાનિકોના એક અભ્યાસ પ્રમાણે ‘પ્રેમ પામવો’ એ આપણી સૌથી મૂળભૂત અને પ્રાથમિક જરૂરીયાત છે. એટલે કે જીવતા રહેવા માટે હવા, પાણી અને ખોરાક ઉપરાંત પ્રેમ પણ એટલું જ જરૂરી પરિબળ છે. આપણા જન્મ પછી તરત જ જે સૌથી પહેલો પ્રેમ આપણને મળે છે, એ ‘સ્પર્શ’ના સ્વરૂપમાં હોય છે. પહેલા છ મહિના સુધી બાળક એના મા-બાપને એમની સુગંધ અને સ્પર્શથી વધારે ઓળખતું હોય છે. આપણા જીવનના પહેલા છ મહિના દરમિયાન આપણને જે સ્પર્શ મળે છે,