“દિલ”ની કટાર..... - લોકડાઉન

(41)
  • 5.7k
  • 4
  • 2.8k

“દિલ”ની કટાર.....“ લોકડાઉનથી ભર્યું ભર્યું સહુનાં ઘરનું આગવું આભ.”ગણયા ગણાય નહીં એટલાં લાભ એ આભલામાં માય.સવારથી ઉઠી રાત્રે સુઈ જવા સુધીનો સમય ક્યાં પસાર થઈ જાય ખબર જ નથી પડતી...સમય જ ક્યાં છે? આવી ફરિયાદ સાંભળવી કહેવી...અચાનક બંધ થઈ ગઈ. કોરોનાની મહામારીનાં અતિક્રમણે માણસને ઘરમાં બંધ કરી દીધો. હવે બસ સમય જ સમય.......પ્રવૃત્તિ અચાનક જ નિવૃત્તિમાં બદલાઈ ગઈ. બધાંજ ગણિત બદલાઈ ગયાં. દોડધામે વિશ્રામ લીધો. સવારથી સાંજ સુધી હવે શું કરવું એજ યક્ષ પ્રશ્ન બની રહ્યો. પણ...બે ત્રણ દિવસમાં નિવૃત થયેલું મન સક્રિય પ્રવૃત થવા લાગ્યું . ચાલો સમયનો સદઉપયોગ કરીએ......દરેકમાં સુસુપ્ત ધરબાયેલી સર્જનશીલતાનાં નાગે આળસ મરડી..કંઇક કરવું છે જેમાં સમય