આરુદ્ધ an eternal love - ભાગ-૧૧

(24)
  • 2.5k
  • 2
  • 1.5k

અનિરુદ્ધ નો ગુસ્સો આજે સાતમા આસમાને હતો. આર્યાએ જોયું તો ખરેખર ફાઈલમાં ઘણી ભૂલો હતી અને પહેલાની જેમ આજે પણ ઘણા પેજ પર કાર્ટુન્સ હતા. આ ક‌ઈ રીતે શક્ય બને? પોતે ફ્રેશ થવા જાય એ જ અરસામાં આ કામ થાય છે એ વાત તો નક્કી હતી. આર્યા એ મનોમન નક્કી કર્યું કે પોતે કોઈ પણ ભોગે સાચા ગુનેગારને શોધી કાઢશે. પરંતુ એ પહેલા આ ફાઇલનું કામ પૂરું કરવું જરૂરી હતું એટલે એણે પોતાનું મન કામમાં પરોવ્યુ. સાંજે બધા ઘેર જવા માટે ચાલતા પણ થયા. આર્યાનું કામ હજુ અડધે જ પહોંચ્યું હતું. પટાવાળો બહાર બેઠો હતો. આર્યાના સારા સ્વભાવને