જોન્ટીના જવાનું દુઃખ

  • 3.8k
  • 1.2k

ખૂબ ટાઢ હતી. ડેરીએ સવારમાં ફળિયાના લોકો દૂધ આપવા જતા હતા. તો કોઈ દૂધ લેવા માટે જતા કોણ જાણે કેમ આવામાં કોઈ કુતરી અડારામાં ઉકાઉ ઉકાઉ ઉકાઉ...... કરતી હતી . ટીચ્યો દાતણ નો ડોયો મોમાં ઘાલી ફરતો હતો. અને એણે જોયું તો લાલી કુતરી વાવાની ત્યારીમાં હતી. એણે જોર જોર થી બુમાબુમ કરતો હોય એમ બૂમ પાડી ...કુસુમ કાચી કુસુમ કાચી આ લાલી લાગે વાવાની ત્યારીમાં સે....ત્યારીમાં સે...અને સવારે સાત વાગે લાલી કુતરીએ સાત ગ્લુડિયાને જન્મ આપ્યો તેમાં બધા લાલી જેવા ખૂબ સરસ અને સુંદર હતા કુસુમકાચી દર વરહ ની જેમ ઘઉં નો લોટ , કાંકરી ગોળ અને ઘી વાળો