આત્માદહન

(12)
  • 2.8k
  • 3
  • 744

"ક્યાં ગઈ હતી” હું ગુસ્સાથી લાલપીળો થતો બોલ્યો. “મુકેશ તું પાછો ચાલુ થઇ ગયો ?” મીતા હળવાશથી બોલી. “પાછો ચાલુ થઈ ગયો મતલબ?” હું જરા ઊંચા સ્વરેથી બોલ્યો. “તને ખબર તો છે જગત કેવું હરામી થી ગયું છે.” હું હવે સ્વસ્થ થઈને બોલ્યો. “મુકેશ પતી સંભાળ રાખે તે દરેક સ્ત્રીને ગમે પરંતુ આ તો વધારે પડતું કહેવાય.આખી દુનિયાની સ્ત્રીઓ બધે મુક્તરીતે ફરે છે. શું નથી ફરતી?” મીતા હસતા મુખે બોલી. “તું ભોળી છો એટલે તને ન ખબર હોય બહાર પુરુષો બેલગામ ઘોડા જેવા નહીં પરંતુ ભૂખ્યા વરુ જેવા હોય છે. રોજે રોજ ન થાય પરંતુ ક્યારેક પણ કંઈ ઘટના ઘટે