રાઈટ એંગલ - 17

(20)
  • 2.5k
  • 1
  • 1.2k

રાઈટ એંગલ પ્રકરણ–૧૭ ધ્યેયના ઘરે પહોંચી તો કશિશે બહાર પડેલી ગાડી જોઇને સમજી ગઇ કે ઉદય આવી ગયો છે. એણે સહેજ ઊંડો શ્વાસ લીધો અને ધ્યેયના ઘરમાં દાખલ થઇ. ધ્યેય અને ઉદય બન્નેએ એની તરફ જોયું અને ઉદય બોલ્યો, ‘જય શ્રી કૃષ્ણ!‘ આ એમના ઘરનો રિવાજ હતો. એકબીજા સાથે જય શ્રી કૃષ્ણ કહીને જ વાતચીત થતી. કશિશે પણ સામે કહ્યું,‘ જય શ્રી કૃષ્ણ!‘ એ સોફા પર બેઠી. થોડીવાર ચૂપકીદી છવાઇ ગઇ. કોણ વાતની શરૂઆત કરે છે તેની ઉદય અને કશિશ બન્ને રાહ જોઇ રહ્યાં. ઉદય વિચારતો હતો કે ધ્યેયએ સીધી રીતે જ સમાધાન કરી લે તેવું કશિશને કહેવાની ના પાડી