Right Angle book and story is written by Kamini Sanghavi in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Right Angle is also popular in Moral Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
રાઈટ એંગલ પ્રકરણ–૧ અદાલતમાં આરંભાતી શૂન્યમાંથી શાશ્વત થવાની સફર! ધડાધડ...ધડાધડ...ધડામ! એક પછી એક પંચ પંચિગબેગ પર જોર અને જોશથી વાગે છે જાણે પંચિગબેગને તોડી– ફોડી નાંખવી ન હોય! ગ્લવ્ઝના પણ છોતરાં નીકળી જવાના હોય તેમ ધ્રુજી રહ્યાં છે પણ ...Read Moreમારનારનું ઝનૂન ઓછું નથી થતું. કસકસાવીને બાંધેલી કમરસુધીના વાળની પોનીટેલમાંથી વાળ નીકળીને એના પરસેવે રેબઝેબ ચહેરા પર ચોંટી ગયા છે. નેવી બ્લુ જીમ શોર્ટસ અને રેડ ટીશર્ટ પસીનાથી લથબથ થયું છે. જેમાંથી એનું પ્રપોશનલ બોડી દેખાય છે. એની અણિયાળી આંખોમાં ગુસ્સો છલકાય છે. ચહેરો તમતમી ગયો છે. એના મોંમાથી ગાળ નીકળતા નીકળતાં અટકી જાય છે, એમને ગાળ તો કેમ બોલી
રાઈટ એંગલ પ્રકરણ–૨ ‘ હું છેલ્લીવાર પૂછું છું, તું મને એમાં મદદ નહીં કરે?‘ ધ્યેયએ ગંભીર થઇ ગયો, ‘ના!‘ ‘તું મારો કેસ નહીં લડે?‘ ‘મારે લડવાની જરૂર નથી. તારી ફરિયાદ પોલિસ સ્વીકરાશે તો તને પબ્લિક પ્રોસ્કિયુટર મળી જશે.‘ ‘તો ...Read Moreમાની લઉં કે તું મારું ભલું નથી ઈચ્છતો?‘ આ સવાલથી ધ્યેય જબરો મૂંઝાયો. પણ એની પંદર વર્ષની લોયર તરીકેની પ્રેકટિસ એને મદદે આવી, ‘યાર તું ગજબ છે! તું વકીલને ય ગોથા ખવડાવે તેવી છે. હું ફિઝિકલ કોઈ મદદ નહીં કરું. બસ ટીપ્સ આપી શકું!‘ કશિશ એની સામે જોઈ રહી ‘એટલે?‘ ‘એટલે એમ કે જ્યાં તારી ગાડી અટકે ત્યાં હેલ્પ કરી
રાઈટ એંગલ પ્રકરણ–૩ બહારથી પોલિસસ્ટેશનનો દેખાવ કોઈ મધ્યમ વર્ગના ઘર જેવો હતો. વિદેશી નળિયાથી છવાયેલું છાપરું અને લાકડાં અને પતરાંથી બનેલા બારી બારણા. બહારના નાનકડાં ફળિયા જેવા ચોગાનમાં બે–ચાર બાઈક અને એક પોલિસ જીપ હતી. કશિશ તે જોઈને થોડી ...Read Moreથઈ ગઈ. આવું પોલિસ સ્ટેશન હોય? બધાં પર અછડતી નજર નાંખતી થોડા સંકોચ સાથે પોલિસ સ્ટેશનના આગળના ઓસરી જેવા ભાગને વળોટીને અંદરના ઓરડામાં આવી. બે માણસ પોલિસ ડ્રેસમાં બે ટેબલ પર બેઠાં હતા. બીજી બે–ચાર ખુરશી અને મોટા રૂમના એક ખૂણામાં બે કબાટ. એક વોકીટોકી રેડિયો સેટ. જેમાંથી સતત કોઈકના બોલવાનો અવાજ આવતો હતો. ખૂણામાં એક સાત–આઠ વર્ષનો બાળક એક
રાઈટ એંગલ પ્રકરણ–૪ કશિશ ભારે હૈયે પોલિસ સ્ટેશનની બહાર આવી. એને હતું કે આજે એનુ કામ થઈ જશે. એ પોલિસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવશે અને તરત એફ.આઈ.આર. થશે અને તરત એનો કેસ કોર્ટમાં ચાલવા લાગશે. બસ એ પછી એને ન્યાય ...Read Moreમળી જશે. પણ અહીં તો પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવો ઘાટ થયો હતો. પોલિસ સ્ટેશનની બહાર નીકળીને એ ચૂપચાપ પોતાની કારમાં બેઠી. પણ ઘરે જવાનું મન ન થયું. એને નિરાશા ઘેરી વળી. એણે સ્ટિયરિંગ પ ર માથું ઢાળી દીધું. મનમાં વિચારો ચાલુ થઈ ગયા, ‘ધ્યેય સાચું કહેતો હતો. પોલિસ એની ફરિયાદ નોંધશે જ નહી. પણ ભલે આ બન્ને પોલિસવાળા ગમે તે
રાઈટ એંગલ પ્રકરણ–૫ ‘તું?‘ બન્ને જણ એકી સાથે બોલી પડ્યા. પોલિસ સુપરિન્ટેન્ડન્ટની ઓફિસમાંથી બારણું ખૂલશે અને કૌશલ એમાંથી બહાર નીકળશે તેવું તો સપનામાં પણ કશિશે વિચાર્યું ન હોય ને! તો બીજીબાજુ એસ.પી. સાહેબની ઓફિસ બહાર આમ કશિશ ઊભી હશે ...Read Moreએવું તો કૌશલે પણ વિચાર્યું ન હોય! ક્ષણભર બન્ને એકબીજાને આશ્ચર્ય અને આઘાતથી જોઈ રહ્યાં. સૌથી પહેલાં કૌશલ સ્વસ્થ થયો, ‘હેય કિશુ વ્હોટ આર યુ ડુંઇગ હિયર?‘ જવાબ આપતાં પહેલાં બે ક્ષણમાં કશિશે સ્વસ્થતા મેળવી લીધી અને મનોમન નક્કી કરી લીધું કે તે કૌશલને સાચી વાત અત્યારે અહીં આમ એસ.પી.ની ઓફિસ બહાર તો નહીં જ કહે. કારણ કે આ વાત