પોસ્ટ કાર્ડ

  • 3.3k
  • 1.1k

*પોસ્ટ કાર્ડ !!!*'બહાર ખાવું અને ઘરે જાવું' એ શહેરી સૂત્ર તે દિવસોમાં અમારાં ગામડામાં સાર્થક ન હતું, વળી આવળ, બાવળ, બોરડી, ને કેર કંથેર એમ કાંટાનો નહિ પાર, એવો અમારો કાંટાળો પ્રદેશ એટલે 'ઘરે ખાવું અને બહાર જાવું' એ ઉક્તિને અનુસરવામાં કોઇ તકલીફ પણ ન પડતી. તે દિવસે, હું જળપાત્ર લઈ ગામથી દૂર આવેલી બાવળની ઝાડીમાં પ્રવેશ્યો. હજુ તો માંડ દસ ડગલાં મેં એ ઝાડીમાં માંડ્યા હશે ત્યાં તો અંદરથી કંઇ સળવળ્યું. એક ત્રીસ બત્રીસ વર્ષનો પુરુષ ઠીકઠીક કદ કાઠીનો, વધેલી દાઢી, લાંબા કાળા ભમ્મર પણ ગુંચવાયેલા વાળ, જેમાં ઝાડી ઝાંખરાના પાન પત્તા ભરાઈ ગયેલાં, તામ્રવર્ણી પણ મેલી ઘેલી ત્વચા,