સંગીત..સ્વર

  • 4.8k
  • 1.5k

સંગીત..સ્વર.. નીલનો ફોનમાં મેસેજ વાંચી આભા જલ્દી જલ્દી તૈયાર થવા લાગી.આજે તો તેનો કાર્યક્રમ મારે ગુમાવવો નથી જ. નક્કી કરી તે રસોડામાં ગઈને કોફી બનાવી લઈને ઉપર ચઢી.બધા જ મિત્રો તેના આ સંગીત- સ્વરના કાર્યક્રમનાં મન મૂકી વખાણ કરતા હતા.આજે તો તેનું સામેથી આમંત્રણ પણ હતું.બસ મનમાં ને મનમાં તે હરખાતી હતી કે ચાલો ઘણાં વરસો પછી તે એને મળશે પણ ખરી. બન્ને શાળામાં થી સારા મિત્રો હતા.નોટબૂક કે પુસ્તકની આપલે કરવી ,રીશેષમાં નાસ્તો ખાવો ને થોડું રમવું.રમતા રમતા પોતે થાકી જતી ને તેથી ઘડી બે ઘડી રમી તે પણ તેની સાથે બેસી જતો.પડતી આખડતી