છબીલોક - ૩

  • 3.4k
  • 3
  • 1.4k

(પ્રકરણ – ૩) કોરોનાની ગતિવિધિઓથી વાકેફ ‘અતિથી રેસિડેન્સી’ ના રહેવાસીઓએ સુઝબુઝથી વોચમેનને એનાં ઘરે મોકલી દીધો હતો. સવારે નવ વાગે દેવબાબુ વોચમેનની કેબીન પાસે ઉભાં રહી કંઇક બોલી રહ્યાં હતાં. પર્સનલ પ્રોટેક્ટીવ ઈક્વિપમેન્ટ (PPE) પહેરી. કોઈકે બાલ્કનીમાંથી નીચે જોયું, પણ સમજ ના પડી. એવું લાગતું હતું કે દેવબાબુ હવામાં વાત કરી રહ્યાં હતાં. હકીકતમાં એ છબીલોકના છબીવાસીઓને સંબોધી રહ્યાં હતાં. સ્વર્ગવાસીઓએ નક્કી કર્યુ હતું કે કોઈ જીવ કોરોનાની પીડાથી સ્વર્ગવાસી નહી થાય. દેવબાબુની સાથે એ બધાં દર્દીઓની સેવામાં જવા તૈયાર હતાં. દેવબાબુ ગયાં અને થોડીવાર પછી એપાર્ટમેન્ટમાં બુમાબુમ શરૂ થઇ. બુમાબુમથી ઘરની બહાર નીકળેલા લોકો ઘરમાં જતાં અને પાછાં બહાર