રાઈટ એંગલ - 21

(24)
  • 2.4k
  • 1
  • 1.1k

રાઈટ એંગલ પ્રકરણ–૨૧ એ પછીના પંદર દિવસમાં કોફી શોપનું મોટાભાગનું કામ પતી ગયું હતું. બસ હવે દિવસ નક્કી કરવાનો હતો કે ક્યારે કોફી શોપનું ઉદ્રધાટન કરવું. કશિશ અને કૌશલ દિવસ નક્કી કરવાનું વિચારી રહ્યાં હતાં ત્યાં રાહુલનો ફોન આવ્યો, ‘કાલે સેશન્સ કોર્ટમાં હિયરિંગ છે, મેમ કાલે અગિયાર વાગે આવી જજો.‘ અને અચાનક કશિશ કોફી શોપના કામમાંથી બહાર આવી. ઓહ! કોફીશોપની રામાયણમાં એ કોર્ટ કેસ તો ભૂલી જ ગઇ હતી. કાલનો દિવસ મહત્વનો બની રહેશે. કશિશે એ વિશે રાહુલ સાથે ડિટેઇલમાં બધી વાત કરી લીધી. સેશન્સમાં લાંબી દલીલ નહીં થાય પણ પોતાની વાત રજૂ કરવાનો એક મોક્કો બન્ને પક્ષને મળશે. તેવી