આરુદ્ધ an eternal love - ભાગ-૧૮

(31)
  • 3.1k
  • 3
  • 1.6k

આર્યાની આંખો ખૂલી. માથામાં સખત દુઃખાવો થ‌ઈ રહ્યો હતો. સૂતાં સૂતાં જ એણે નજર ફેરવી, અનિરુદ્ધ બાજુમાં જ પડ્યો હતો. આર્યા કશું સમજી શકી નહીં. એ માંડ કરીને ઊભી થઈ. આજુબાજુમાં જોયું તો કોઈ ન હતું, એક જૂના ખંડેર જેવું મકાન હતું. સવારનો કૂણો તડકો અનિરુદ્ધના મોં પર પડી રહ્યો હતો. અચાનક એને યાદ આવ્યું કે ગઈકાલે રાત્રે અનિરુદ્ધ બેભાન થયો હતો અને અચાનક એના માથા પર પણ કોઈએ માર્યું હતું. એણે અનિરુદ્ધને ઉઠાડવાનો પ્રયત્ન કર્યો પરંતુ અનિરુદ્ધના શરીરમાં કશો સંચાર થયો નહીં, તો શું એ કાલ રાતથી હજુ સુધી બેભાન જ હતો? આર્યા સફાળી દોડતી એ ખંડેર