કહાની સુખના શિખરની

  • 2.7k
  • 930

શીર્ષક: કહાની સુખના શિખરની "સુહાની, તું જો સમયસર તારી સાસુને લઈને આવી ના હોત તો એને કોમા માં જતા હું પણ રોકી ના શકત. તે વસંતભાઈ અને શિખરને જાણ કરી?" ડો. મહેતાએ સુહાનીને શાબાશી આપતા પૂછ્યું. "હા, પપ્પા આવે છે." સુહાનીએ નીચું જોઈને કહ્યું. "અને શિખર? હજુ તમારે બંનેને અબોલા છે?" ડો. મહેતા વસંતભાઈના ફેમિલી ડોક્ટર હોવાને નાતે બધું જાણતાં હતા, એટલે સુહાનીનું વર્તન જોઈને અંદાજો આવી ગયો તો પણ પૂછી બેઠા. "હેલ્લો મહેતા સાહેબ, કેમ છે હવે આશાને?" સુહાનીને જવાબ આપવાની અસમંજમાંથી બચાવવા વસંતભાઈ આવી પહોંચ્યા અને ડો. ને પૂછ્યું. "આભાર માનો સુહાનીનો, એ સમયસર આશાબેનને લઇ આવી. બાકી