આરુદ્ધ an eternal love - ભાગ-૨૦

(31)
  • 2.5k
  • 3
  • 1.5k

આર્યાએ હોસ્પિટલ જઈને જોયું તો અનિરુદ્ધ બેડ પર બેઠો હતો. અનિરુદ્ધના પિતાજી એની સામેની ખુરશી પર બેઠા હતા અને ડોક્ટર બાજુએ ઉભા હતા. અનિરુદ્ધને જોઈને લાગતું ન હતું કે અત્યાર સુધી એને યાદશક્તિ ન હતી, એ એકદમ સ્વસ્થ જણાતો હતો. હા, એનું શરીર જરૂર નબળું પડી ગયું હતું અને હાથની પીડા પણ ખૂબ હતી. "આવ બેટા, તારાથી હવે શું છુપાવવાનું? અનિરુદ્ધ માનસિક રીતે તંદુરસ્ત જ છે. બધી પરિસ્થિતિ ઠીક કરવા માટે મેં એની અને એના ડોક્ટર મિત્ર પાસે નાટક કરાવેલું. પેલા જયંત મંકોડીએ એવી જાળ બિછાવેલી કે બધું ઠીક કરવા માટે આ જરૂરી હતું." અનિરુદ્ધના પિતા રિટાયર્ડ