હા, એ સાચ્ચો પ્યાર હતો

(14)
  • 2k
  • 741

મુંબઇની એક પ્રખ્યાત એવી શાળામાં અભય અને અંજના ભણતા હતા. તેઓના ગુણ પણ નામ જેવા જ હતા. જેનામાં રાય માત્રનો પણ ભય ન હતો એવો એ ‛અભય’. અને જેને જોતા જ લોકોની આંખો અંજાઈ જાય એવી એ ‛અંજના’. તેની સુંદરતાના વખાણ કરતા કવિઓની કલમ ઘસાઈ જાય એટલી હદે તે દેખાવડી હતી. અભય પણ હેન્ડસમ હતો. તેઓ બન્ને સુખી કુટુંબમાંથી આવતા હતા. અભયના પિતા બિલ્ડર હતા. તેઓ શહેરમાં નામાંકિત વ્યક્તિ હતા. અને અંજનાના પિતા શિક્ષક હતા. થોડે દુર આવેલી શાળામાં તેઓ નોકરી કરતા હતા. અભય અને અંજનાને કારણે બન્ને પરિવારના સભ્યો એકબીજાથી સારી રીતે જોડાયેલા હતા. તેથી ક્યારેક અભયના ઘરે