વસમી ગરીબી

  • 2.8k
  • 674

1." લ્યો બાપુ, તમે ખાઈ લ્યો. મારું પેટ ભરાઈ ગ્યું સે." નાનકડી ટીનું બોલી."ના ટીનું, તું ખાઈ લે. મેં હમણાં જ ખાધું'તું." ટીનુંના બાપુ કરસનભાઈ બોલ્યા.એક રોટલી માટે ટીનુંની ને કરસનભાઇની આ લાચારી રોજે ઘરમાં સંભળાતી હોય. ટીનું તેના બાપુને ભૂખ્યા ના જોઈ શકે ને કરસનભાઈ ટીનુ ને.માતાને તો જન્મતાની સાથે જ ગુમાવી બેસેલી આ ટીનું અને ગરીબીથી પીડાતું તેમનું આ ઘર. કરસનભાઈ સખત મહેનત કરતા પણ બે પાંદડે થવાની વાત તો દૂર, બે ટંક સરખું જમવાનું પણ ના મળતું.શહેરની વચ્ચે, રોડની સાઈડ પર