કવિતા સંગ્રહ - મારી વાતું

(22)
  • 5.2k
  • 2.2k

નમસ્કાર મિત્રો. આ વખતે થોડી કવિતાઓ લખવાની કોશિશ કરી છે.તો આપ સર્વે મિત્રો મારી કવિતા વાંચીને આપનો પ્રતિભાવ જણાવવા વિનંતી.તથા કોઈ સૂચન અથવા ભૂલ હોય તો જણાવવા વિનંતી.મુકેશ.################################કવિતા.=1########## 'મારી વાતું.'""""""""""""""""વાત જેવી એ ગામ ના ચોરે ચડી,જિંદગી એવીજ ચકડોળે ચડી.શું કરૂ શુ ના કરૂ , સમજાયું નહી કશું,લાગણી એવી, ભર બપોરે ચડી.નદી, તળાવ ને કૂવા યાદ આવ્યા જ્યારે,નીશાનીયું એની વંટોળે ચડી. છે ચર્ચા ચોતરફ મારી,ઢોલ, દાંડી, ટંકોરે ચડી.જીવવું બન્યું અશક્ય 'મન',વાતું હવે, ઘર, પોળે ચડી. " મન".