સમાંતર - ભાગ - ૭

(58)
  • 6.3k
  • 2
  • 3.3k

સમાંતર ભાગ - ૭આગળના ભાગોમાં આપણે જોયું કે અડધી રાતે ઝલક એકદમ ઊંઘમાંથી ઉઠી જાય છે. એને બેચેની અને ગૂંગળામણ થતી હોય છે એટલે બહાર બાલ્કનીમાં આવીને બેસે છે અને જૂના ફોટા જોતા જોતા ઝલક એના જીવનની મહત્વની ક્ષણોને ફરી જીવે છે. નવોઢા બનીને એનો રાજના જીવનમાં પ્રવેશ થાય છે અને હવે આગળ..*****ઝલક એક પછી એક ફોટા ફેરવતી જાય છે અને સાથે યાદો પણ.. એના અને રાજના શિમલા, કુલુ મનાલીના હનીમૂનના ફોટા, શરૂઆતના રોમાંચક દિવસો અને પછી પાર્શ્વના જન્મ સમયના ફોટા ઉપર અટકી જાય છે. એને યાદ આવી જાય છે જ્યારે એણે પહેલી વાર પીરીયડ મીસ કર્યો. આમ તો એની