દિલ પ્રેમનો દરિયો છે - 32

(21)
  • 3.8k
  • 2
  • 2k

બહાર નીકળતા જ પરીને મિડિયા વાળાએ ઘેરી લીધી. ના વિચાર્યા હોય તેવા સવાલોનો વરસાદ તેના પર વરસી રહયો હતો ને તે ખામોશ બની ખાલી જોઈ રહી હતી. તેને અહીંથી બહાર જવું હતું પણ મિડિયા વાળા તેનો પીછો છોડતા ના હતા. પાછળથી ઈશાન આવ્યોને પરીને મિડિયા વાળાથી બચાવી બહાર લઇ ગયો. " ઇશાન, આ બધું શું થ્ઈ રહયું છે...મને તો કંઈ જ સમજાતું નથી." તેની આંખો તે શબ્દો સાથે જ રડી પડી. તેના લાગણીભીના હૈયામાં દબાઈ રહેલા શબ્દો બિહાર આવી રહયા હતા ને તે ઈશાનને હક કરી જોરશોરથી રડી રહી હતી. "પરી, જે થવાનું હતું તે થઈ ગયું. હવે આમ રડવાથી શું થશે....?"