સુખદ મેળાપ - ૭

(13)
  • 2.9k
  • 2
  • 1.7k

આટલું કહી મિહિર ત્રિપાઠી એ પોતાની કહાની પૂરી કરી. નીતીશ અને સ્મૃતિ કંઈ પણ બોલે એ સ્થિતિમાં નહોતા. નીતીશ પહેલીવાર પોતાના પિતાને મન ખોલીને વાત કરતા જોઈ રહ્યો હતો અને સ્મૃતિ બેઠી તો અહી જ હતી પણ એનું મન કોઈક બીજી જ જગ્યાએ પહોંચી ગયું હતું. આજે મનોમન નક્કી કર્યું કે હવે એ જે લક્ષ્યને લઇ અહી આવી હતી એ પૂરું કરીને રહેશે. સ્મૃતિ કઈ બોલે એ પહેલા જ એનો ફોનની રીંગ વાગી, સ્મૃતિ એ ફોન જોયો તો એના મમ્મીનો ફોન હતો. ફોન ઉપાડી સ્મૃતિએ કાને ઘર્યો કે તરત જ એની મમ્મીનો અવાજ સંભળાયો."બેટા ક્યાં છે તું? કેટલો સમય થયો