બાર ડાન્સર - 4

(42)
  • 5.4k
  • 1
  • 3.5k

બાર ડાન્સર વિભાવરી વર્મા ચેપ્ટર : 4 સવાર ધૂંધળી હતી. બસ્તીમાં પાણી ઓસર્યા હતાં પણ જેટલાં હતાં એ જાણે લાંબી સોડ તાણીને ગલીમાં એદીની જેમ પડ્યા હતા. પાર્વતી એની સાંઠિકડા જેવી દીકરી જમુનાને ઉપાડીને નજીકની સરકારી હૉસ્પિટલે લઈ ગઈ. અહીં પણ ચારે બાજુ સુસ્તી હતી. “યે ઇમરજન્સી કેસ થોડી હૈ ? ઓપીડી નૌ બજે ખૂલેગા, તબ તક રૂકના પડેગા.” કાઉન્ટર પર આળસ મરડીને બગાસું ખાતા કોઈ મૂચ્છડે એની સામું પણ જોયા વિના જવાબ આપ્યો. રાહ જોયા વિના છૂટકો પણ ક્યાંહતો ? સાલી, એપાર્ટમેન્ટની શેઠાણીઓ ભલે ચિલ્લાયા કરતી. આજે જમુનાની ટાંગનો હિસાબ પતાવીને જ જવું છે. તરાના બી સાલી. એના આશિક