Baar Dancer book and story is written by Vibhavari Varma in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Baar Dancer is also popular in Women Focused in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
બાર ડાન્સર - Novels
by Vibhavari Varma
in
Gujarati Women Focused
“લિફ્ટ બિગડ ગૈલી આહે !”
તમાકુવાળા દાંત બતાડતો મરાઠી લિફ્ટમેન નફ્ફટની જેમ હસતો બોલ્યો. પાર્વતીને એવી દાઝ ચડી કે એના દાંત પાડી નાંખે...
આ સાલી, રોજની રામાયણ હતી. એક તો છ-સાત દિવસથી ઘૂંટણમાં દુઃખાવો થાય છે. એમાં સાલી, આ લિફ્ટની બબાલ... સાતમા માળવાળી ઉષા મેડમ જતાંની સાથે દિમાગ ખાશે : “પાર્વતી, કેમ મોડી આવી ? કેટલી વાર કહ્યું તને, કે મારે ત્યાં કામ કરવું હોય તો ટાઈમ સાચવવાનો...”
બાર ડાન્સર વિભાવરી વર્મા ચેપ્ટર : ૧ “લિફ્ટ બિગડ ગૈલી આહે !” તમાકુવાળા દાંત બતાડતો મરાઠી લિફ્ટમેન નફ્ફટની જેમ હસતો બોલ્યો. પાર્વતીને એવી દાઝ ચડી કે એના દાંત પાડી નાંખે... આ સાલી, રોજની રામાયણ હતી. એક તો છ-સાત દિવસથી ...Read Moreદુઃખાવો થાય છે. એમાં સાલી, આ લિફ્ટની બબાલ... સાતમા માળવાળી ઉષા મેડમ જતાંની સાથે દિમાગ ખાશે : “પાર્વતી, કેમ મોડી આવી ? કેટલી વાર કહ્યું તને, કે મારે ત્યાં કામ કરવું હોય તો ટાઈમ સાચવવાનો...” આજે તો કહી જ દેવું છે સાલીને, લે રાખ તારી નોકરી ને કર મારો હિસાબ ! આ શું રોજની ઝિકઝિક... તારી એકલીનું કામ થોડી લઈને
બાર ડાન્સર વિભાવરી વર્મા ચેપ્ટર : 2 “ડાન્સ બાર વાપસ ખૂલનેવાલે હૈ... બોલ, ફિર સે ડાન્સર બનેગી ?” તરાનાના સવાલથી પાર્વતી વિચારમાં પડી ગઈ. માત્ર આઠ જ વરસ પહેલાં બન્ને સહેલીઓ શેટ્ટીના ‘દિવાના બાર’માં સાથે ડાન્સ કરતી હતી. પણ ...Read More? આજે તરાના એક લક્ઝૂરિયસ ફ્લેટની માલિકણ હતી અને પાર્વતી ઘેર ઘેર કચરાં-પોતાં કરી ખાતી બાઈ... પાર્વતીનું શરીર વધી ગયું હતું. ઘૂંટણમાં સતત દુઃખાવો થતો હતો. જુલ્ફી નામનો એનો એક આશિક હતો તે એને પરણ્યો તો ખરો, પણ એને એકલી મૂકીને દૂબઈ જતો રહ્યો હતો. પાર્વતીના નસીબમાં ગરીબી હતી. હાડમારી હતી અને પાંચ વરસની જમુના નામની એક માંયકાંગલી પાતળી સરખી
બાર ડાન્સર વિભાવરી વર્મા ચેપ્ટર : 3 જે ઘડીએ બહાર ગોરંભાયેલા આકાશમાં વીજળીનો જબરદસ્ત કડાકો થયો એ જ ઘડીએ પાર્વતીના દિમાગ પર જાણે વીજળી ત્રાટકી. “હાં, જુલ્ફી !” તરાનાએ કહ્યું, “તેરા આશિક, તેરા દીવાના ઔર તેરા શૌહર જુલ્ફી ! ...Read Moreદૂબઈ મેં શાદી કર રહા હૈ...” પાર્વતીનું દિમાગ સુન્ન થઈ ગયું. સાલો, હલકટ જુલ્ફી ! હું પેલી સરકારી હોસ્પિટલમાં બચ્ચીને જનમ આપી રહી હતી ત્યારે પણ ના દેખાયો, સાત દિવસપછી મને અને મારી ઈયળ જેવી માંદલી બચ્ચીને કીધા વિના દૂબઈજતો રહ્યો. આટઆટલાં વરસ સુધી સાલા હરામખોરે એક ફોન પણ ના કર્યો... અને હવે ખબર પડે છે કે સુવ્વર શાદી કરી
બાર ડાન્સર વિભાવરી વર્મા ચેપ્ટર : 4 સવાર ધૂંધળી હતી. બસ્તીમાં પાણી ઓસર્યા હતાં પણ જેટલાં હતાં એ જાણે લાંબી સોડ તાણીને ગલીમાં એદીની જેમ પડ્યા હતા. પાર્વતી એની સાંઠિકડા જેવી દીકરી જમુનાને ઉપાડીને નજીકની સરકારી હૉસ્પિટલે લઈ ગઈ. ...Read Moreપણ ચારે બાજુ સુસ્તી હતી. “યે ઇમરજન્સી કેસ થોડી હૈ ? ઓપીડી નૌ બજે ખૂલેગા, તબ તક રૂકના પડેગા.” કાઉન્ટર પર આળસ મરડીને બગાસું ખાતા કોઈ મૂચ્છડે એની સામું પણ જોયા વિના જવાબ આપ્યો. રાહ જોયા વિના છૂટકો પણ ક્યાંહતો ? સાલી, એપાર્ટમેન્ટની શેઠાણીઓ ભલે ચિલ્લાયા કરતી. આજે જમુનાની ટાંગનો હિસાબ પતાવીને જ જવું છે. તરાના બી સાલી. એના આશિક
બાર ડાન્સર વિભાવરી વર્મા ચેપ્ટર : 5 “અજીબ દાસ્તાં હૈ યે કહાં શુરુ કહાં ખતમ યે મંજિલે હૈ કૌન સી ન વો સમજ સકે ન હમ...” પાર્વતીના પગ થંભી ગયા હતા. જૂની ફિલ્મના પેલા ગાયનના સૂર રિ-મિક્સ રિધમમાં સંભળાઈ ...Read Moreહતા. જ્યાંથી સંગીત રેલાઈ રહ્યું હતું એ એક નાનકડો લાકડાનો દરવાજો હતો. ઉપર બોર્ડ હતું : ‘લૉર્ડશિવા ડાન્સિંગ ગેરેજ’ પાર્વતીએ ધીમેથી એ લાકડાનો દરવાજો ખોલ્યો. નીચેની તરફ જતાં ત્રણચાર પગથિયાં હતાં એ પછી ખરેખર કોઈ વિશાળ ગેરેજ જેવી મોટી જગા હતી. ઊંચી દિવાલોની ઉપરની બાજુએ પહોળી પહોળી દૂધિયા રંગની કાચની બારીઓ હતી. પાર્વતીએ પગથિયાં પર પગ મૂક્યો. એ જ ક્ષણે