આરુદ્ધ an eternal love - ભાગ-૨૫

(39)
  • 3k
  • 4
  • 1.5k

પોતાની સામે એકીટસે જોઈ રહેલા દાદીને જોઈને આર્યા ગભરાઈ. "બેટાજી, તમે અનાથઆશ્રમમાંથી આવ્યા છો એટલે આવા કપડાં પહેરો એ સ્વાભાવિક છે, પરંતુ હવે તમે આ રાજવી કુળના વધુ બનનાર છો, તો પછી હવે કપડા પણ અમારી રીતે જ પહેરો." આર્યાના શક મુજબ દાદીજીને અણગમો હતો કે પોતે અનાથ છે. આવું એની સાથે પહેલીવાર બન્યું ન હતું એટલે એને કંઈ ખાસ દુઃખ થયું નહીં. દાદીજીનું ચાલે તો એ અનિરૂદ્ધ સાથે આર્યાના લગ્ન જ થવા ન દે પરંતુ બધા નિર્ણય દાદાજીના હસ્તે હતા. બાજુમાં ઊભેલા અનિરુદ્ધના મમ્મી બધું સમજતા હતા, પરંતુ એ દાદીજી સામે કદી બોલતા નહીં. "તને બહાર