બાર ડાન્સર - 6

(41)
  • 4.4k
  • 1
  • 2.4k

બાર ડાન્સર વિભાવરી વર્મા ચેપ્ટર : 6 સવારે આંખો ખૂલી ત્યારે પાર્વતીને આખી દુનિયા એકદમ અજીબ લાગી. તરાના લક્ઝૂરિયસ એપાર્ટમેન્ટમાં પાર્વતીની આ પહેલી સવાર હતી. પાર્વતીને હજી આ સપના જેવું લાગી રહ્યું હતું. પોચી નરમ ગાદી પર એણે આરામથી ફેલાઈને ઊંઘ ખેંચી હતી. સોડમાં સૂતેલી માયકાંગલી દીકરી જમુનાના પગમાં પ્લાસ્ટર હતું છતાં કેટલી ઘસઘસાટ ઊંઘી રહી હતી. પાર્વતીએ ઊભી થઈને માથાનો અંબોડો ફરી વાળ્યો. હજી સવારના છ વાગ્યા હતા. તરાના એના એરકન્ડિશન્ડ બેડરૂમમાંથી હજી બહાર નહોતી આવી. પાર્વતીએ બાલ્કનીમાં જઈનેઆખા એપાર્ટમેન્ટના વાતાવરણ પર નજર નાંખી. સાલી, ક્યાં પેલી ગંદી બસ્તીની કકળાટથી ભરેલી ખિચપિચવાળી સવાર અને ક્યાં આ શાંત એપાર્ટમેન્ટની ‘ગુડ