પ્રકરણ – દસમું/ ૧૦શેખર હજુ કશું સમજે કે કશું પૂછવા જાય એ પહેલાં અવિનાશ બોલ્યા, ‘હવે આપ બન્ને મારી વાત ધ્યાનથી સાંભળો મેં તમને પહેલાં કહ્યું એ મુજબ મને અથવા અદિતીને કોઈપણ જાતના સવાલ નહી પૂછી શકો. જ્યાં સુધી હું ન કહું ત્યાં સુધી.ઇટ્સ ક્લીઅર. ? 'હું અને અદિતી તમારાં બધાં જ સવાલોના જવાબ આપીશું પણ, તેની સમયમર્યાદા હું અને અદિતી નક્કી કરીશું. બીજી એક વાત આલોકને ટોટલી નોર્મલ થવામાં કદાચ થોડો સમય લાગે પણ ખરો ત્યાં સુધી આપે અદિતીને પુરેપુરો સપોર્ટ કરવાનો રહેશે. કારણ કે આલોક સિવાય સૌ અદિતી માટે સાવ જ અજાણ્યા છીએ.આપ સૌ પર અદિતીનો ટ્રસ્ટ જ આલોકને જેમ