પ્રેમજાળ - 6

  • 1.8k
  • 2
  • 694

મુસાફરી લાંબી હતી તથા બીજા દિવસે પેપર હતુ પેપરનુ ટેન્શન થોડુ હતુ પરંતુ સુરજને મળવાની ખુશી એ ટેન્શન સામે કાંઇ ન કહેવાય ચહેરા પર દુપટ્ટો બાંધેલો ને વિન્ડો સીટ પર બેઠેલી સંધ્યાની આંખોમા પણ ખુશી સાફ ઝલકાતી હતી બારી બહાર પસાર થયેલા રસ્તાઓ જોઇને સંધ્યા વિચારોમા મસ્તમગન થઇ ચુકી હતી અને થાય પણ કેમ નહી આજે પોતે સ્વતંત્ર હતી ઘર થી દુર જઇ રહી હતી ભલે ફકત બે દિવસ માટે પરંતુ હવે બે દિવસ ભાભી ની કચકચ નહી સાંભળવી પડે ભાઇ સાથે પણ ઝઘડો નહી થાય એ વાતથી મનમા થોડી શાંતિ હતી ને નવા લોકોને મળીને ખુશ કોણ ન થાય