અંતિમ વળાંક - 14

(33)
  • 3.1k
  • 1
  • 1.7k

અંતિમ વળાંક પ્રકરણ ૧૪ ઇશાન આશ્રમના દરવાજાની અંદર આવીને ખૂણામાં પડેલી ખાલી ખુરશી પર બેસી ગયો. આગળ બેઠેલાં તમામ શ્રોતાજનો મંત્રમુગ્ધ બનીને એક ચિત્તે કથા શ્રવણ કરવામાં તલ્લીન થઇ ગયા હતા. માઈક પરથી સ્વામીજીનો મૃદુ અવાજ રેલાઈ રહ્યો હતો. ”માણસની જિંદગીની ગાડી બે પાટા પર ચાલતી હોય છે. એક ઈશ્વરશ્રધ્ધા અને બીજી આત્મશ્રધ્ધા. બારી બહાર દ્રશ્યો બદલાતા રહે છે. માણસે સુખનું દ્રશ્ય જોઇને છકી જવાનું નથી અને દુઃખનું દ્રશ્ય જોઇને હતાશ થવાનું નથી. જીવન જીવવાની કળા સુખની સગવડ મેળવવામાં નથી પણ દુઃખી ન થવાની આવડત કેળવવામાં છે. ઇશાન ધીમા પગલે ચાલીને સૌથી આગળ પડેલી એક ખાલી ખુરશીમાં બેસી ગયો. તે