Antim Vadaank book and story is written by Prafull Kanabar in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Antim Vadaank is also popular in Moral Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
અંતિમ વળાંક - Novels
by Prafull Kanabar
in
Gujarati Moral Stories
અંતિમ વળાંક પ્રકરણ ૧ રન-વે પર દોડીને એરક્રાફ્ટ દસ હજાર ફીટ કરતા પણ વધારે ઊંચાઈ પ્રાપ્ત કરી ચૂક્યું હતું. લંડનથી ઉપડેલું પ્લેન દુબઈ અને અમદાવાદ વચ્ચે ઉડી રહ્યું હતું. પેસેન્જર્સ સીટબેલ્ટ ખોલવા લાગ્યા. ઈશાને પણ સીટબેલ્ટ ખોલીને રાહતનો શ્વાસ લીધો. સામેથી ખૂબસુરત એરહોસ્ટેસ પેસેજમાં ચા કોફીની ટ્રોલી લઈને આવી રહી હતી. ઈશાનની સીટ નજીક આવીને તેણે ટ્રોલી ઉભી રાખી. ઇશાનની સામે જોઇને તેણે સ્મિત વેર્યું. ઇશાન જાણતો હતો કે એરહોસ્ટેસનું સ્મિત તેના યુનીફોર્મનો જ એક ભાગ છે. “ટી ઓર કોફી ?” એરહોસ્ટેસે મધુર અવાજે પૂછયું. “કોફી” ઈશાને જવાબ આપ્યો. એરહોસ્ટેસ ઈશાનને કોફી આપીને આગળ નીકળી ગઈ. ઈશાનને ઉર્વશી યાદ આવી
અંતિમ વળાંક પ્રકરણ ૧ રન-વે પર દોડીને એરક્રાફ્ટ દસ હજાર ફીટ કરતા પણ વધારે ઊંચાઈ પ્રાપ્ત કરી ચૂક્યું હતું. લંડનથી ઉપડેલું પ્લેન દુબઈ અને અમદાવાદ વચ્ચે ઉડી રહ્યું હતું. પેસેન્જર્સ સીટબેલ્ટ ખોલવા લાગ્યા. ઈશાને પણ સીટબેલ્ટ ખોલીને રાહતનો શ્વાસ ...Read Moreસામેથી ખૂબસુરત એરહોસ્ટેસ પેસેજમાં ચા કોફીની ટ્રોલી લઈને આવી રહી હતી. ઈશાનની સીટ નજીક આવીને તેણે ટ્રોલી ઉભી રાખી. ઇશાનની સામે જોઇને તેણે સ્મિત વેર્યું. ઇશાન જાણતો હતો કે એરહોસ્ટેસનું સ્મિત તેના યુનીફોર્મનો જ એક ભાગ છે. “ટી ઓર કોફી ?” એરહોસ્ટેસે મધુર અવાજે પૂછયું. “કોફી” ઈશાને જવાબ આપ્યો. એરહોસ્ટેસ ઈશાનને કોફી આપીને આગળ નીકળી ગઈ. ઈશાનને ઉર્વશી યાદ આવી
અંતિમ વળાંક પ્રકરણ ૨ ઈશાનને નવાઈ લાગી. લગ્નમાં શરત હોય ? જોકે ઈશાને તેના મનનો ભાવ ઉર્વશીને કળાવા ન દીધો. “ઉર્વશી,જો તું મારી સાથે લગ્ન કરવા તૈયાર હોય તો સામે દેખાતો આખે આખો ટાવરબ્રીજ તને ગીફ્ટ માં આપી દઉં”. ...Read Moreમજાકના સૂરમાં કહ્યું હતું. “ઇશાન, મારે તો આખે આખું લંડન જોઈએ છે”. “મતલબ ?” “મતલબ એમ કે લગ્ન બાદ આપણે અહીં લંડનમાં જ સ્થાયી થઈશું”. ઉર્વશીએ તેના બોબ્ડ હેરમા હાથ ફેરવતા કહ્યું હતું. “કેમ લંડન જ ? એની સ્પેસિક રીઝન ફોર ધેટ ?” “ઈશાન, એરહોસ્ટેસની નોકરીને કારણે દુનિયાના ઘણા શહેર જોઈ લીધા છે. લંડનની તોલે એક પણ ના આવે”. “બસ
અંતિમ વળાંક પ્રકરણ ૩ “વ્હોટ ?” “હા ઇશાન, લગભગ આઠ મહિના પહેલાં નેન્સીએ મારી ઓફિસમાં કલર્ક તરીકે જોઈન કર્યું હતું. વેમ્બલીમાં જ તે પી. જી. તરીકે રહેતી હતી. નેન્સી મને પહેલી જ નજરે ગમી ગઈ હતી. શરૂઆતમાં તો અમારો ...Read More“હાય.. હેલ્લો” થી આગળ વધ્યો નહોતો. તે દિવસોમાં નેન્સી ઉદાસ રહેતી હતી. ધીમે ધીમે અમે લંચ અવર્સમાં સાથે જમતા થયા હતા. એક વાર મેં તેની ઉદાસીનતાનું કારણ પૂછયું તો તેણે જવાબમાં તેના પપ્પાની માંદગીનું કારણ આગળ ધર્યું હતું. એક દિવસ અચાનક તેણે મને મેરેજ માટે પ્રપોઝ કરીને મને આશ્ચર્યમાં નાખી દીધો હતો. “આશ્ચર્યમાં ?”ઈશાને પૂછયું. “યાર, નેન્સી જેવી એકદમ બ્યુટીફૂલ
અંતિમ વળાંક પ્રકરણ ૪ મૌલિકની દર્દભરી કહાની સાંભળીને ઇશાનની ઉંઘ ઉડી ગઈ હતી. મૌલિકે તો તેના ખુદના અનુભવના આધારે જજમેન્ટ આપી દીધું હતું કે ઈશ્ક,મોહબ્બત, પ્યાર એ બધું ફિલ્મોમાં જ હોય છે. વાસ્તવિક જીવનમાં તો આ બધાથી દૂર રહેવું ...Read Moreસારું. મૌલિક પ્રથમ પ્રેમમાં જ દગાનો ભોગ બન્યો હતો. કહેવાય છે કે દગો કોઈનો સગો નહિ. દગો આપનાર વ્યક્તિ જેટલી દિલની નજીક હોય તેટલી પીડા વધારે. મૌલિકે કેટલી ઉત્કટતાથી નેન્સીને ચાહી હશે? કદાચ તેથી જ તે બોલ્યો હતો કે ગમે તેમ તો પણ નેન્સી મારી પત્ની છે. ભરી કોર્ટમાં હું તેને બદચલન કઈ રીતે સાબિત કરી શકું? જોગાનુજોગ છેલ્લા અડતાલીસ
અંતિમ વળાંક પ્રકરણ ૫ પ્લેનમાં યુવાન એરહોસ્ટેસને જોઇને ઇશાનને ઉર્વશી યાદ આવી ગઈ હતી. ઉર્વશી તેના જીવનમાં દોઢ દાયકા પહેલા આવી હતી. કેટકેટલી યાદો હતી ઉર્વશી સાથેની... જીવનમાં કેટલાંક સંસ્મરણો હમેશા લીલા છમ્મ જ રહે છે. લગ્ન બાદના ઉર્વશી ...Read Moreએ દિવસો કેટલા મધુર હતા? ઇન્દ્રના દરબારની અપ્સરા જેવી જ ઉર્વશી સાથેનું તેનું લગ્ન જીવન ખુદ ઇન્દ્રને પણ ઈર્ષ્યા પમાડે તેવું હતું. મૌલિકની ઓળખાણને લીધે ઇશાનને લંડનની જ એક ટીવી ચેનલમાં ફોટોગ્રાફર તરીકે નોકરી મળી ગઈ હતી. ઉર્વશીએ પણ એરહોસ્ટેસની નોકરી ચાલુ રાખી હતી. વિકએન્ડમાં ઇશાન ફોટોગ્રાફી કરવા માટે ક્યારેક લેઈક ડીસ્ટ્રીક્ટ તો ક્યારેક વેમ્બલીની આજુબાજુના સ્થળોએ પહોંચી જતો. ફોટોગ્રાફીના