ક્લિનચીટ - 11

(23)
  • 2.6k
  • 1
  • 1.3k

પ્રકરણ – અગિયાર શેખર એ ટૂંકમાં પોતાના પરિવાર, સગા સંબધી, મિત્રો, વ્યવસાય અને પોતાના મોજ શોખ અને મનગમતી પ્રવૃત્તિ વિશે ટૂંકમાં માહિતી આપ્યા પછી અદિતી એ પૂછ્યું, ‘હવે તારી લાઈફમાં આલોકની ક્યારે, ક્યાં અને કેવી રીતે એન્ટ્રી થઇ એ કહીશ ?’શેખર એ આલોક સાથેની પ્રથમ મુલાકાતથી વાતનો પ્રારંભ કર્યો. આલોકના વાણી, વર્તન સ્વભાવ, પારદર્શક વ્યક્તિત્વ, કામ પ્રત્યેની નિષ્ઠા, સમય પાલનનું પરફેક્શન, કાબેલિયત આ તમામ પાસાઓનું શેખર એ વિસ્તારથી અદિતી સામે વર્ણન કર્યું. ત્યારબાદ શેખર બોલ્યો,‘અદિતી, આલોકમાં કોઈ માઈનસ પોઈન્ટ નહતો. આલોકનો સૌથી મોટો પ્લસ પોઈન્ટ હતો, નરી આંખે ઉડીને દેખાઈ આવતી તેની નિર્દોષ નરી નિખાલસતા. મારી ૨૭ વર્ષની લાઈફમાં આલોક સાથે મારું જે એક અનન્ય