લાગણીઓનું શીતયુદ્ધ - પ્રકરણ 6

  • 2.2k
  • 712

પ્રકરણ - 6 માણસ હંમેશા પોતે જાતે લીધેલા નિર્ણયોથી જ શીખે છે – સાચા સમયે લીધેલા ખોટા નિર્ણયો... વૈભવી ... વૈભવીના કાનમાં કેટલાક અંતરથી એક મીઠો મધુરો અવાજ સંભળાયો હતો. તે મધુર અવાજ નિયતિનો હતો. નિયતિ એક માસૂમ દિલની, નિર્દોષ, સુંદર અને બધાની પરવા કરતી છોકરી હતી. તે પણ અનંતની જેમ એવા ઘણા સમય અને સંજોગોથી એટલી પરિચિત હતી, જેમાં તેણીએ અંતિમ નિર્ણય તરીકે કોઈ એક જ વિકલ્પ પસંદ કરવો પડ્યો હોય. તે પોતાની ઉમર કરતાં વધુ પરિપક્વ અને ઘડાયેલી વ્યક્તિ હતી. કોઈ એવું માની જ ન શકે કે સામાન્ય દેખાતી છોકરીની વિચારસરણીનું સ્તર આટલું ઊંચુ પણ હોઇ શકે