રાઈટ એંગલ - 33

(27)
  • 2.5k
  • 1
  • 1.1k

રાઈટ એંગલ પ્રકરણ–૩૩ ‘ડોબી એ ચોર નથી હું છું...દરવાજો ખોલ.‘ હજુ તો એ બોલવાનું પૂરુ કરે તે પહેલાં સામેથી અવાજ સંભળાયો, આ સાંળભતા જ કશિશે દોડીને દરવાજો ખોલી નાંખ્યો, ‘ડોબા ફોન કરીને આવવું જોઇએ ને?‘ કશિશને નવાઇ લાગતી હતી કે એ ધ્યેયનો અવાજ કેમ ઓળખી ન શકી. ‘તો સરપ્રાઇઝ ના રહે ને? બારણાં વચ્ચેથી ખસ... જલદી ઘરમાં આવવા દે...‘ધ્યેય ઘરમાં ઝડપથી પ્રવેશ્યો. ને સીધો ટેબલ પર હાથમાં પકડેલું બોક્ષ મૂકીને ખોલ્યું તો એમાંથી કેક નીકળી. ધ્યેય ઝડપથી કેન્ડલ સળગાવી અને કશિશ તરફ જોયું, ‘મેડમ જોઇ શું રહ્યાં છો...જલદી કર...બાર વાગવામાં મિનિટ જ બાકી છે.‘ કશિશને સ્ટ્રાઇક થઇ કે અગિયાર ઓગષ્ટ