ઈવાનઃ 'એક નાનો યોદ્ધા' - 5

  • 3.3k
  • 1k

8.ઈવાનની શોધખોળ આ બાજુ ઈવાનના માતા-પિતા ખૂબ દુઃખી હોય છે. ઈવાનના ગયા પછીનો આ ૧૧મો દિવસ હતો. ઈવાન જર્ની પર ગયો તેના બીજા જ દિવસે સમાચાર આવ્યા હતા કે એ પ્લેન ક્રેશ થયું હોવાથી અમુક યાત્રીઓ બચી ગયા છે અને તે હોસ્પિટલમાં છે અને દુખદ સમાચારમાં બાકીના મૃત્યુ પામેલ છે તેના નામ હતા. ઈવાન નું નામ મૃત્યુ લિસ્ટમાં નહોતું, આથી તેના માતા-પિતાને રાહત થાય છે. તેઓ દોડીને હોસ્પિટલમાં જીવતા રહેલા યાત્રીઓ આગળ થાય છે, પરંતુ આ શું! ઈવાન તેમને ત્યાં મળતો નથી.