મનવાં મુક્ત થઇ જા.. !!

  • 2.3k
  • 520

નંદેશ્વરીમાતાનો જય... !! નંદેશ્વરીમાતાનો જય.. !! વિશાળ જનમેદની એક સાથે પોકાર પાડી રહી હતી. બધાં ભક્તજનો નમીને હૃદયપૂર્વક વંદન કરી રહ્યાં હતાં. જમણી બાજુએથી અનુયાયીઓ સાથે નંદેશ્વરીદેવી આવી રહ્યાં હતાં. શ્વેતવસ્ત્રોમાં સજ્જ અને શણગાર રહિત વદન હોવાં છતાં એ સાધ્વીને જોતાં જ સહજ નમન થઇ જાય એવી પવિત્ર આભા હતી માતા નંદેશ્વરીની. આટલાં લોકો એમનાં દર્શન માત્રથી ધન્યતા અનુભવતા પરંતુ નંદેશ્વરીદેવીનાં ચહેરાં પર ગર્વની એક રેખા ય નહોતી અંકાયેલી. એક વર્ષમાં એક જ વાર માતા નંદેશ્વરી જાહેરમાં આવતાં અને યોજાયેલ શિબિરમાં હૃદયને શીતળતા બક્ષતી એમની વાણીમાં ભક્તસમુદાયને પ્રભુનાં ગુણોનું પાન કરાવતાં. એમનાં અનુયાયીઓ આ સમયની કાગડોળે રાહ જોતાં રહેતાં..!! નંદેશ્વરીદેવી