ફાંકો

  • 2.1k
  • 1
  • 736

ફાંકો લોકડાઉનવાળું સાલુ ચાલ્યું તો લાંબુ હંઅઅઅ..? જાણે કે રિમાન્ડ ઉપર લઇ નાંખ્યા. ભલભલાના ફુગ્ગામાંથી ફાંકાની હવા નીકળી ગઈ. ફેશનેબલ વાળ વાળા તો ઓળખાતા બંધ થઇ ગયા કે ભાઈ નરમાં આવે કે નારીમાં..? બરમૂડામાં ફરનારા મોર્ડન સાધુબાવા જેવાં થઇ ગયા. શેરબજારના આંકની માફક વધતો આંક જોઇને અમુક તો જીભ કાઢીને શ્વાસ લેતા થઇ ગયા. ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે એમ, કોને ખબર હતી કે, કોરોના પણ માણસની જેમ આડો ફાટશે..? એવો તો ફાંકો ઉતારી દીધો કે, વગર માંદગીએ હોસ્પિટલને બદલે ઘરે આડા પડવાનું આવ્યું. અમુક પતિ-દેવના તો પાટિયાં બેસી ગયા. જાણે જંગલના