રાઈટ એંગલ - 34

(26)
  • 2.3k
  • 1
  • 1.2k

રાઈટ એંગલ પ્રકરણ–૩૪ બીજા દિવસથી કશિશ કોફી હાઉસથી ઘરે આવે તે સમયે જ ધ્યેય એના ઘરે આવવા લાગ્યો. એ કશિશને થાય તેટલી મદદ કરતો. બન્ને સાથે મળીને જમવાનું બનાવતા અને જમતાં. જાત જાતની વાનગી બનાવવાની ટ્રાય કરતાં, ધ્યેય કોર્ટની વાત કરતો, કશિશ કોફી હાઉસ વિશે વાત કરતી. પણ બન્ને એકબીજાને ચાહે છે તે શાબ્દિક કબૂલાત કરતાં ન હતા. પણ બન્નેને એકબીજાની કંપની ગમતી હતી અને બન્ને એથી ખુશ હતા. એક દિવસ બન્ને રસોઇ કરતાં હતા અને રાહુલનો ફોન આવ્યો, કશિશને યાદ કરાવવા માટે કે ચોવીસ ઓગષ્ટે કોર્ટમાં ડેટ છે અને આપણે પુરાવા રુપે મેડિકલ કોલેજના પ્રિન્સિપાલની સરતપાસ લેવાની છે તેથી